સુરતમાં ઉધના દરવાજે એમ્બ્યુલન્સ ૧૫ મિનીટ સુધી અતિસય ટ્રાફિક જામમાં અટવાયેલી રહી

મજુરા ગેટથી સી.એમ.નો કાફલો નીકળવાનો હોય મજૂરાગેટ ચાર રસ્તા પર નો ટ્રાફિક અમુક સમય માટે બંધ કરી દેવાયો હતો. ટ્રાફિક માં ભયંકર રીતે અટવાતા લોકો માં ભારે રોષ જાેવા મળ્યો હતો. નવસારી થી એક દર્દી ને લઇ ને નવી સિવિલ આવવા નીકળેલી એમ્બ્યુલન્સ ઉધના દરવાજા થી મજુરા ગેટ તરફ જતા રોડ પર ૧૫ મિનિટ સુધી ફસાઈ હતી. જેથી દર્દી ની હાલત કફોડી બની હતી. ભાજપનાં નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ માં હજારો કાર્યકરોની જનમેદની ઉમટી પડી હતી ત્યાર આપના નગરસેવક કિશોર રૂપારેલિયા એ ટ્વીટ કરી પ્રશ્ન ઉઠાવ્યો કે, લોકોને વિવિધ કચેરીઓ માં દાખલ થવા માંગતા રસીના સર્ટિ.અહી માંગશે? ગાર્ડનમાં ચાલવા આવતા, કસરત કરવા આવતા લોકો ને હેરાન કરવામાં કોઈ કચાસ નહિ અને અહી હજારોની મેદની? ડબલ સ્ટાન્ડર્ડ નાગરિકો ક્યાં સુધી સહન કરશે?
Recent Comments