ગાંધીના ગુજરાતમાં દારૂની વહેતી નદીઓ પર રોક લગાવવા માટે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ જાણે કટી બદ્ધ બન્યું છે કે પછી બીજું કાઈ..? સ્થાનિક પોલીસના નાક નીચે વહેતી દારૂની નદીઓ પર સ્ટેટ મોનીટરીંગ સેલ છેલ્લા કેટલાક દિવસોથી તવાઈ બોલાવી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર સ્ટેટ મોનીટરીંગ સેલએ સુરેન્દ્રનગર જીલ્લાના દસાડા ખાતે રેડ પાડી ને મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પડ્યો છે. જેમાં ૧૮ લાખ જેટલી જંગી રકમનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. આ કેસમાં ૨ આરોપી ની સ્ટેટમોનીટરીંગ સેલ એ ધરપકડ કરી છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ડમ્ફર ની અંદર છુપાયેલ ૪૮૪૦ દારૂ અને બીયરની બોટલો મળી આવી હતી જેને પગલે પગલે બે આરોપીની ધરપકડ કરી કુલ ૨૫ લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડયો.નોધનીય છે કે, ગુજરાતમાં દારૂબંધી ના કાયદાને કડક પાલન કરાવવા માટે ગુજરાત રાજ્યના ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા કડક પગલાં લેવાના આદેશો આપવામાં આવ્યા છે જેને લઇને ઙ્ઘખ્તॅ આશિષ ભાટિયા દ્વારા તમામ ઉચ્ચ અધિકારીને દારૂ લઈને કડક માં કડક પગલાં ભરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગરમાં સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ, ૧૮ લાખથી વધુનો દારૂ ઝડપાયો

Recent Comments