fbpx
અમરેલી

અમરેલી માર્કેટીંગ યાર્ડ ખાતે પાંચ વર્ષના સુશાસનની ઉજવણી નિમિતે અન્નોત્સવ ઉજવાયો

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળની વર્તમાન રાજ્ય સરકારના પાંચ વર્ષનો યશસ્વી કાર્યકાળ પૂર્ણ થતાં રાજ્યભરમાં ઉજવાઇ રહેલ ‘પાંચ વર્ષ આપણી સરકારના સૌનો સાથ સૌનો વિકાસના’ કાર્યક્રમના ત્રીજા દિવસે આજે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત અન્નોત્સવ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે અમરેલી માર્કેટીંગ યાર્ડ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા અને પૂર્વમંત્રીશ્રી બાવકુભાઈ ઉંધાડની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ સમાવિષ્ટ લાભાર્થીઓને વિનામૂલ્યે રાશન કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે કૌશિકભાઈ વેકરીયાએ પ્રાસંગિક ઉદ્દબોધન આપતા જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં ૫૬૧ જેટલી પંડિત દીનદયાળ ઉપાધ્યાય વ્યાજબી ભાવની દુકાનો હાલ કાર્યરત છે. રાજ્ય સરકાર દ્વારા કોરોનાની કપરી પરિસ્થિતિમાં લોકોને ઘર ચલાવવા માટે પડતી મુશ્કેલીઓને સમજી લોકોને વિનામૂલ્યે અનાજ આપ્યું હતું. રાજ્યના નાનામાં નાના ગરીબ માણસને ભૂખ્યા સૂવું ન પડે તે માટે વિનામૂલ્યે ઘઉં ચોખાનું વિતરણ કરી ગરીબોને પડખે ઉભી રહી હતી. આગામી દિવસો પણ દિવાળી સુધી મફતમાં અનાજ વિતરણની કામગીરી શરુ રાખવા જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરી છે. કોરોનાકાળમાં લોકડાઉન દરમિયાન જ્યારે ધંધા રોજગાર બંધ થયા ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પેકેજ જાહેર કરી સહાય આપવામાં આવી હતી. સરકારે લોકડાઉન દરમિયાન સ્થાનિક લોકોની સાથે સાથે પરપ્રાંતીય મજૂરોની પણ દરકાર કરી હતી. ઠેર ઠેર રસોડાઓના આયોજન કરીને ભુખ્યાને ભોજન આપી જઠરાગ્નિ ઠારવાનું ભગીરથ કાર્ય કર્યું છે.

પૂર્વ મંત્રીશ્રી બાવકુભાઇ ઉંધાડએ જણાવ્યું હતું કે સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સુશાસનના ૫ વર્ષ પૂર્ણ થવા નિમિતે ૯ દિવસ સુધી વિવિધ જગ્યાઓએ ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતીય સંસ્કૃતિમાં અન્નદાનનું ખુબ મહત્વ હોય છે. આજની તારીખે પણ સતાધાર, વીરપુર અને પરબ ધામ જેવા સૌરાષ્ટ્રના અનેક ધાર્મિક સ્થાનોમાં બપોરનું કે સાંજનું જમવાનું આપી અન્નદાન કરી સંતો ધન્યતા અનુભવે છે. રાજ્યની સરકારે કોરોનાના કપરા સમયમાં ૧૭૦૦૦થી વધુ વ્યાજબી ભાવોની દુકાનોમાંથી ૩ કરોડથી વધુ લોકોને વિતરણ કરવામાં આવ્યુ છે.

વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત સૌએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના દાહોદ ખાતેનો કાર્યક્રમ નિહાળ્યો હતો. તેમજ વિડીયો કોન્ફરન્સ દ્વારા પ્રધાનમંત્રીશ્રીએ વડનગર, દાહોદ, રાજકોટ, જાસપુર-કલોલ અને ગાબટ-ડોલવણ, તાપીના પાંચ વ્યાજબી ભાવોની દુકાનો પરના લાભાર્થીઓ સાથે સીધો ઇ-સંવાદ યોજી તેમને મળતા વિવિધ સરકારી લાભોની માહિતી મેળવી તેમના ખબર અંતર પૂછ્યા હતા. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ સુશ્રી મનીષાબેન રામાણી, જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગૂરવ, પ્રાંત અધિકારી શ્રી સી. કે. ઉંધાડ, પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ સુશ્રી ભાવનાબેન ગોંડલીયા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ સુશ્રી અલ્કાબેન ગોંડલીયા, અગ્રણી શ્રી રાજુભાઈ કાબરીયા સહિતના પદાધિકારીઓ તેમજ વહીવટી તંત્રના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા

Follow Me:

Related Posts