fbpx
અમરેલી

દામનગર શહેર ની ૐ સાંઈ પ્રાયમરી સ્કુલને ત્રિરંગાથી સુશોભન કરાય

દામનગર શહેર ની ૐ સાંઈ પ્રાયમરી સ્કુલ માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિધાર્થી તેમજ શિક્ષકો દ્વારા સંપૂર્ણ શાળાને ત્રિરંગા થી સુશોભિત કરવામાં આવી તેમજ નાના બાળકો માં દેશ માટે ગર્વ અને તિરંગા માટે ગૌરવ વિદ્યાર્થીઓના જીવન માં ઊભું થાય એવા માર્ગદર્શન સાથે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

કાર્યક્રમ નો અંત દામનગર આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રા નું પણ આયોજન કરવામાં આવ્યું. જેમાં દેશભક્તિ ના સુત્રોચ્ચાર સાથે શેરીઓમાં ઉત્સાહભેર ફરતા બાળકો લોકો સુધી ઘર ઘર તિરંગા હર ઘર તિરંગા નો સંદેશ પહોંચાડવા નો પ્રયત્ન કરી શિક્ષકો ના માર્ગદર્શન હેઠળ પોતાની દેશભક્તિ વ્યકત કરી રહ્યા હતા.

Follow Me:

Related Posts