શ્રી અરવિંદ ઘોષની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત જિલ્લાકક્ષાની વકૃત્વ, નિબંધ અને ચિત્ર સ્પર્ધા યોજાશે
ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ ઉપરાંત જિલ્લા યુવા વિકાસ કચેરી, અમરેલીના સંચાલન અંતર્ગત જિલ્લાકક્ષાની વકૃત્વ સ્પર્ધા, નિબંધ અને ચિત્ર સ્પર્ધા બે ભાગમાં યોજાશે. શ્રી અરવિંદ ઘોષની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી અન્વયે યોજવામાં આવનાર આ સ્પર્ધામાં ‘અ’ વિભાગમાં ૧૫ થી ૧૯ વર્ષ અને ‘બ’ વિભાગમાં ૧૯ વર્ષથી ૩૫ વર્ષ સુધીના સ્પર્ધકો ભાગ લઈ શકશે. જિલ્લાકક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનારને રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાની તક પ્રાપ્ત થશે.
રાજ્યકક્ષાની ત્રણેય સ્પર્ધામાં વિજેતા થયેલ પ્રથમ ૧૦ સ્પર્ધકોને વિનામૂલ્યે, રાજ્ય સરકારના ખર્ચે પોંડીચેરી સ્થિત શ્રી અરવિંદો આશ્રમની મુલાકાતે લઈ જવામાં આવશે. જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક જિલ્લાના કલાકારોએ નિયત નમૂનાનું ફોર્મ સંપૂર્ણ વિગતો સાથે ભરીને આધારકાર્ડની નકલ સાથે જિલ્લા રમત ગમત અધિકારીશ્રી, જિલ્લા રમત ગમત કચેરી, રૂમ નં.૧૧૦/૧૧૧,બહુમાળી ભવન, અમરેલી ખાતે તા.૨૦ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ બપોરના ૧૨ વાગ્યા સુધીમાં રુબરુ અથવા ટપાલથી મોકલી આપવા, અરજીકર્તા કલાકારોને નોંધ લેવા માટે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments