મરેલી તાલુકાની વિવિધ પ્રાથમિક શાળા ખાતે મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક,રસોયા,મદદનીશની ખાલી જગ્યા માટે અરજી આવકાર્ય છે. કેરાળા, નવા ખીજડીયા ખાતે મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની જગ્યા માટે ધોરણ ૧૦ પાસ હોય તેવી સ્થાનિક વ્યક્તિ અથવા ધોરણ ૭ પાસ હોય તેવી સ્થાનિક વ્યક્તિ પણ અરજી કરી શકે છે. ઉપરાંત કેરાળા ખાતે મધ્યાહન ભોજન કેન્દ્રમાં રસોયા, મદદનીશની જગ્યા માટે અનુભવી અને સ્થાનિક વ્યક્તિ અરજી કરી શકે છે. અરજીકર્તા માટે ઉંમર મર્યાદા ૨૦ વર્ષ છે ઉપરાંત નિયમાનુસાર માનદ વેતન આપવામાં આવશે. નિયત નમુનાનું અરજીપત્રક મામલતદાર કચેરી, જિલ્લા સેવા સદન, ગ્રાઉન્ડ ફ્લોર, અમરેલી ખાતેથી મેળવવાના રહેશે. અરજીપત્રકમાં વિગતો ભરીને જરૂરી આધાર પુરાવા સાથે તા.૦૧.૦૨.૨૦૨૪ના રોજ બપોરના ૨ વાગ્યા સુધીમાં પહોંચાડવાનું રહેશે. નિયત નમુનાની અરજી,લાયકાત, વય મર્યાદા, સરકારશ્રી દ્વારા ઠરાવેલ ધોરણો ધરાવતા ઉમેદવારોને જ રૂબરુ મુલાકાત માટે બોલાવવામાં આવશે તેમ મામલતદાર અમરેલી (ગ્રામ્ય)ની એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.
PFA

















Recent Comments