*ગ્રામ્ય માર્ગોના નવીનીકરણ, સીસી રોડ, પ્રોટેક્શન વોલ, સુવિધા પથ સહિતના વિકાસકાર્યોથી ગામડાંઓમાં માળખાકીય
સુવિધાઓને મળશે નવી ગતિ*
સાવરકુંડલા-લીલીયા વિધાનસભા મતવિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસને વેગ આપવા તથા નાગરિકોને વધુ સારી
માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી રૂ. ૯.૩૭ કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
હતું. સાવરકુંડલા-લીલીયા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાના હસ્તે વિવિધ ગામોમાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત
અને લોકાર્પણ કરવામાં આવતાં ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી હતી.
આ પ્રસંગે ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુવિધા, વાહનવ્યવહારની સરળતા, વરસાદી પાણીના નિકાલ અને માર્ગ સલામતીને ધ્યાનમાં
રાખીને વિવિધ વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા છે.
મેકડા ગામે વંડા-મેકડા રોડ પર રીસરફેસિંગ, પ્રોટેક્શન વોલ તેમજ સીસી રોડના નિર્માણ માટે રૂ. ૨.૨૫ કરોડના વિકાસકાર્યનું
ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કામ પૂર્ણ થતાં માર્ગની સ્થિતિમાં સુધારો થશે અને વાહનચાલકોને વધુ સુગમ તથા સુરક્ષિત
અવરજવરનો લાભ મળશે.,મેકડા-ઇંગોરાળા રોડ પર મેકડા ગામ ખાતે ૩.૭૫ મીટરની પહોળાઈ ધરાવતા સીસી રોડના રૂ. ૧.૫૦
કરોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મેકડા-આંકોલડા માર્ગના રીસરફેસિંગ અંતર્ગત આંકોલડા ગામે સીસી રોડ
અને પ્રોટેક્શન વોલના રૂ. ૧.૫૦ કરોડના કામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.તે ઉપરાંત મેકડા-શેલાણા કાચા રસ્તા પર સ્લેબ,
પ્રોટેક્શન વોલ અને સીસી રોડના રૂ. ૬૫ લાખના ખર્ચે પૂર્ણ થયેલા વિકાસકાર્યનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કામથી સ્થાનિક
ગ્રામજનોને અવરજવરમાં સરળતા મળશે તેમજ વરસાદી ઋતુ દરમિયાન પણ માર્ગનો ઉપયોગ વધુ સુગમ બનશે.મેકડા ગામ ખાતે
રાષ્ટ્રના એકતાના પ્રતિક અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સાથે રૂ. ૫
લાખના ખર્ચે નિર્માણ પામેલા નવા બસ સ્ટેન્ડનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સુવિધાથી ગામના નાગરિકો અને મુસાફરોને
વધુ સારી જાહેર પરિવહન સુવિધા ઉપલબ્ધ બનશે.
ફાચરિયા ગામે રૂ. ૬૦ લાખના ખર્ચે નિર્માણ પામેલા સુવિધા પથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વંડા-ફાચરિયા-ખાલપર
માર્ગના રૂ. ૨ કરોડના રીસરફેસિંગ કામનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ માર્ગના નવીનીકરણથી આસપાસનાં ગામોના
નાગરિકો, ખેડૂતો તેમજ વાહનચાલકોને અવરજવરમાં મોટી રાહત મળશે.ફાચરિયા ગામ ખાતે રૂ. ૧૨ લાખના ખર્ચે હાથ ધરાનાર
વિવિધ વિકાસકાર્યોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિકાસકાર્યો ગામની પાયાની સુવિધાઓને વધુ મજબૂત બનાવવાની
દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
આંકોલડા એપ્રોચ રોડ પર રીસરફેસિંગ અને સીસી રોડનાં કામોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેના પરિણામે ગામ સુધી
પહોંચતા માર્ગની સુવિધામાં સુધારો થશે અને સ્થાનિક લોકોને દૈનિક અવરજવરમાં સરળતા રહેશે.
ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન અને સતત પ્રયત્નોથી મતવિસ્તારના ગામડાંઓમાં પાયાની સુવિધાઓનો વ્યાપ વધે
અને વિકાસનાં કામો છેવાડાના માનવી સુધી પહોંચે તે દિશામાં સતત કામગીરી કરવામાં આવી રહી છે.
*વિકાસ એ જ સંકલ્પ અને જનસુવિધા એ જ પ્રાથમિકતા*ના ધ્યેય સાથે સાવરકુંડલા-લીલીયા મતવિસ્તારને વધુ સુવિધાસભર અને
વિકાસશીલ બનાવવાની દિશામાં આ વિકાસકાર્યો એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
આમ, સાવરકુંડલા-લીલીયા વિધાનસભા મતવિસ્તારના મેકડા ફાચરીયા ગામ માં રૂ. ૯.૩૭ કરોડના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ
અને ખાતમુહૂર્ત થકી ગ્રામ્ય વિસ્તારોના વિકાસને નવી દિશા અને ગતિ મળી રહી છે. ખાસ કરીને રસ્તાઓના નવીનીકરણ, સીસી રોડ,
પ્રોટેક્શન વોલ, સ્લેબ, સુવિધા પથ અને જાહેર પરિવહનની સુવિધાઓના વિકાસથી ગ્રામ્ય જનજીવન વધુ સરળ બનશે.
આ તકે શ્રી પ્રકાશભાઈ પાનસુરીપા ચેરમેન શ્રી જાહેર બાંધકામ સમીતી અમરેલી જીલ્લા પંચાયત, સાવરકુંડલા,રજનીભાઈ ડોબરીયા
પ્રમુખશ્રી,તાલુકા ભાજપ,મહામંત્રીશ્રી ચંદેશભાઈ રામાણી,અજયભાઈ ખેરાળા, શ્રી મુકેશભાઈ મહીડા પ્રતિનિધિ પ્રમુખ તાલુકા
પંચાયત,શ્રી મુકેશભાઈ આદ્રોજા પ્રતિનિધિ સદસ્યશ્રી જીલ્લા પંચાયત શ્રી દીપકભાઈ માલાણી ચેરમેન માર્કેટીંગ યાર્ડ , શ્રી
મહેશભાઈ લાખાણી વાઇસ ચેરમેન માર્કેટિંગ યાર્ડ સાવરકુંડલ,.ગામના સરપંચશ્રીઓ, સહીત તેમજ તાલુકા પંચાયત,સદસ્યશ્રીઓ
,હોદ્દેદારશ્રીઓ,સંગઠનના હોદેદારો ઉપસ્થિત રહા