Loading Date... Gold 24K: ₹89,563 | Silver 1kg: ₹105,670 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
ભાવનગર જિલ્લામાં યોગાસન સ્પર્ધાનું આયોજન, રાજ્ય યોગ બોર્ડ દ્વારા જિલ્લા, ઝોન અને રાજ્ય કક્ષાએ સ્પર્ધા યોજાશે

સમૂહખેતી”ના પ્રણેતા ભગવાનબાપાના સ્વપ્નની ભૂમિએ મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે “પ્રાકૃતિક ખેતી પરીસંવાદ”

સમૂહખેતી”ના પ્રણેતા ભગવાનબાપાના સ્વપ્નની ભૂમિએ મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે “પ્રાકૃતિક ખેતી પરીસંવાદ”
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

 ભગવાનબાપાએ વાવેલા સમૂહખેતીના વિચારબીજને રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં મળશે પ્રાકૃતિક ખેતીનું નવું બળ રાજ્યપાલશ્રીના બે દિવસીય પ્રવાસને લઈને સમૂહખેતી ગામમાં ઉત્સવ જેવો માહોલ; ભગવાનબાપાની પૂર્ણ કદની પ્રતિમાનું થશે અનાવરણ ભગવાનબાપાના વિચારો અને ગોવિંદબાપાના યોગદાનન...

 

“ભગવાનબાપાએ વાવેલા સમૂહખેતીના વિચારબીજને રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં મળશે પ્રાકૃતિક ખેતીનું નવું બળ”

 

“રાજ્યપાલશ્રીના બે દિવસીય પ્રવાસને લઈને સમૂહખેતી ગામમાં ઉત્સવ જેવો માહોલ; ભગવાનબાપાની પૂર્ણ કદની પ્રતિમાનું થશે અનાવરણ”

 

“ભગવાનબાપાના વિચારો અને ગોવિંદબાપાના યોગદાનને વંદન : સમૂહખેતી ગામમાં ‘ગોવિંદ સરોવર’નું ભૂમિપૂજન

 

ભગવાનબાપા ના પૌત્ર અને સાવરકુંડલા ના ધારાસભ્યશ્રી મહેશ કસવાલા ના વતન ના ગામ માં ઉત્સવ જેવો માહોલ

કૃષિ મંત્રી શ્રી જીતુ વાઘાણી, ઊર્જા રાજ્ય મંત્રીશ્રી કૌશિક વેકરિયા , સાંસદ શ્રી ભારત સુતરિયા , સહિત ધારાસભ્યો રહેશે ઉપસ્થિત

⸻

 

સમૂહખેતી ગામે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં ‘પ્રાકૃતિક ખેતી સંવાદ’નું આયોજન

 

ભગવાનબાપાના સ્વપ્નની ભૂમિ પર બે દિવસીય કાર્યક્રમ; પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ, ગોવિંદ સરોવરનું ભૂમિપૂજન અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે સંવાદ

 

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાનું સમૂહખેતી ગામ આગામી 17 અને 18 નવેમ્બર, 2026ના રોજ એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ પ્રસંગનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. સમૂહખેતીના વિચારબીજ વાવનાર, ખેડૂત હિતના પ્રખર હિમાયતી અને પૂર્વ ધારાસભ્ય સ્વ. ભગવાનબાપા કસવાલા દ્વારા નિર્મિત આ ગામની પવિત્ર ધરતી પર ગુજરાતના મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી બે દિવસીય પ્રવાસે પધારશે.

 

રાજ્યપાલશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં અહીં ‘પ્રાકૃતિક ખેતી સંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસાર, ખેડૂતોના અનુભવો અને ખેતીના ભવિષ્ય અંગે વિચારવિમર્શ આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહેશે.

 

સમૂહખેતી ગામ માટે આ પ્રવાસ માત્ર એક સરકારી કાર્યક્રમ નહીં, પરંતુ ગામના ઇતિહાસ, ગૌરવ અને કૃષિ સંસ્કૃતિ સાથે જોડાયેલો ઉત્સવ સમાન અવસર બની રહ્યો છે. રાજ્યપાલશ્રીના આગમનને લઈને સમગ્ર ગામમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

 

ભગવાનબાપાની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ

 

સમૂહખેતીના પ્રણેતા અને પૂર્વ ધારાસભ્ય સ્વ. ભગવાનબાપા કસવાલાએ ખેડૂત સમાજના હિત, સામૂહિક વિકાસ અને ગ્રામ્ય સ્વાવલંબનના ઉમદા વિચાર સાથે સમૂહખેતી ગામનું નિર્માણ કર્યું હતું. તેમના આજીવન યોગદાન અને પ્રેરણાદાયી સ્મૃતિને કાયમી અંજલિ અર્પવાના હેતુથી રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે સમૂહખેતી પ્રાથમિક શાળા સામે સ્થાપિત ભગવાનબાપાની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે.

 

ગોવિંદબાપાની સ્મૃતિમાં ‘ગોવિંદ સરોવર’નું ભૂમિપૂજન

 

સમૂહખેતી ગામના નિર્માણ અને વિકાસમાં મહત્વપૂર્ણ સહયોગ આપનાર સ્વ. ગોવિંદબાપા પરસાણાના સ્મરણાર્થે ‘ગોવિંદ સરોવર’નું ભૂમિપૂજન પણ મહામહિમ રાજ્યપાલશ્રીના હસ્તે કરવામાં આવશે. આ જળસંચયનું કાર્ય ગામની સ્મૃતિ, જળસંરક્ષણ અને ભાવિ પેઢીઓના હિત સાથે જોડાયેલું એક મહત્વપૂર્ણ પગલું બની રહેશે.

 

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે સીધો સંવાદ

 

આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી અપનાવી રહેલા પ્રગતિશીલ ખેડૂતો પોતાના અનુભવો, સફળતાની વાતો અને પ્રાકૃતિક ખેતીથી થયેલા લાભો અંગે પ્રતિભાવ રજૂ કરશે. રાજ્યપાલશ્રી ખેડૂતો સાથે સીધો સંવાદ કરી પ્રાકૃતિક ખેતીના વ્યાપક અમલીકરણ અંગે માર્ગદર્શન અને પ્રેરણા આપશે.

 

આ ઉપરાંત ગામમાં વૃક્ષારોપણ, ખેત તલાવડી, ગૌશાળાની મુલાકાત, ગૌપૂજન, સ્વચ્છતા અભિયાન તથા પ્રગતિશીલ ખેડૂતોના મોડેલ ફાર્મની મુલાકાત સહિતના કાર્યક્રમો પણ યોજાશે.

 


 

આ બે દિવસીય કાર્યક્રમમાં રાજ્યના મંત્રીશ્રીઓ શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્યશ્રીઓ શ્રી હીરાભાઈ સોલંકી, શ્રી મહેશ કસવાલા, શ્રી જે.વી. કાકડિયા, શ્રી જનકભાઈ તળાવીયા તથા જિલ્લા પંચાયતનાં અધ્યક્ષાશ્રીમતી દક્ષાબેન ચોડવડિયા સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહેશે.

 

ઉલ્લેખનીય છે કે સ્વ. ભગવાનબાપા કસવાલાના પૌત્ર અને સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય શ્રી મહેશ કસવાલાનું પણ આ સમૂહખેતી ગામ વતન છે. તેમના માટે આ પ્રસંગ દાદાશ્રીના વિચારો, સંકલ્પો અને ખેડૂત કલ્યાણના વારસાને નવી પેઢી સુધી પહોંચાડવાની ભાવનાત્મક અને ગૌરવપૂર્ણ ક્ષણ બની રહેશે.

 

સમૂહખેતીના પાયામાં રહેલો સામૂહિક વિકાસનો વિચાર અને પ્રાકૃતિક ખેતી દ્વારા ધરતી, પર્યાવરણ તથા ખેડૂતના કલ્યાણની ભાવના એકસાથે સાકાર થાય તેવા ઉમદા હેતુ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

 

ભગવાનબાપાએ વાવેલા સમૂહખેતીના વિચારબીજને પ્રાકૃતિક ખેતીના માધ્યમથી નવી પેઢી સુધી પહોંચાડવાનો આ પ્રસંગ સમૂહખેતી ગામ માટે ગૌરવ, ગૌરવશાળી વારસાનું સ્મરણ અને ઉજ્જવળ કૃષિ ભવિષ્યની નવી આશા બની રહેશે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)