Loading Date... Gold 24K: ₹89,563 | Silver 1kg: ₹105,670 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
ભાવનગર જિલ્લામાં યોગાસન સ્પર્ધાનું આયોજન, રાજ્ય યોગ બોર્ડ દ્વારા જિલ્લા, ઝોન અને રાજ્ય કક્ષાએ સ્પર્ધા યોજાશે

દુધાળા ગૌચરની જમીનમાં ઘોળકીયા ફાઉન્ડેશન નું અનઅધિકૃત દબાણ દુર નહી કરવામાં આવે તો અમરેલી કલેકટર કચેરી સામે અર્ધનગ્ન હાલતમાં આંદોલન ની RTI એક્ટિવિષ્ટ સુખડીયા ની ચીમકી

દુધાળા ગૌચરની જમીનમાં ઘોળકીયા ફાઉન્ડેશન નું અનઅધિકૃત દબાણ દુર નહી કરવામાં આવે તો અમરેલી કલેકટર કચેરી સામે અર્ધનગ્ન હાલતમાં આંદોલન ની RTI એક્ટિવિષ્ટ સુખડીયા ની  ચીમકી
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

અમરેલી જિલ્લા કલેકટર સમક્ષ દેવભુમિ દેવળીયા ના જાણીતા RTI એક્ટિવિષ્ટ સુખડીયા એ દુધાળા ગૌચર ના દબાણો ખુલ્લા કરવા માંગ કરી  દુધાળા તા. લાઠી.

અમરેલી જિલ્લા કલેકટર સમક્ષ દેવભુમિ દેવળીયા ના જાણીતા RTI એક્ટિવિષ્ટ સુખડીયા એ દુધાળા ગૌચર ના દબાણો ખુલ્લા કરવા માંગ કરી  દુધાળા તા. લાઠી. જિ. અમરેલીની ગૌચરની જમીનમાંથી ઘોળકીયા ફાઉન્ડેશન દ્વારા કરાયેલ અનઅધિકૃત દબાણ દુર નહી કરવામાં આવે તો કલેકટર કચેરી સામે અર્ધનગ્ન હાલતમાં આંદોલન કરવા ચીમકી દુધાળા તા. લાઠી. જિ.અમરેલી ગ્રામ પંચાયત ખાતા નં. ૩૮૬ સર્વે નંબર ૧૪૦/૧અ. હે. ૩૨-૩૭-૫૦ આરે. ચો.મી. અને સર્વે નંબર. ૧૪૦/૧ બ.હે. ૨-૨૦-૫૫ આરે. ચો.મી. જમીન પર ધોળકીયા ફાઉન્ડેશન સુરત અને હેતની હવેલીના માલીકી ઓ દ્વારા આ સરકારશ્રીની માલીકીની ગોચરની જમીન પર અનઅધિકૃત દબાણો જેવા કે, સી.સી. રોડ-ડામર રોડ પાકા ગ્રેઈટ મોટા મોટા હોડીંગ અને તેમા ઉભા કરેલા ગેરકાયદેસર ઉડા ખોદકામથી તળાવનું સ્વરૂપ આપી ફરતે તાર ફેન્સીંગ મારી ગેરકાયદેસર કબજો જમાવી આ જમીનને પચાવી પાડેલ હોય અને ઘોળકીયા ફાઉન્ડેશન દ્વારા હેતની હવેલીને જોડતા ગેરકાયદેસર દબાણ ઉભા કરી કોઈપણ જાતના કાયદાકીય ડર વગર આ જમીનને નસ્ટ કરી દેવામાં આવી છે. જે બાબતે છેલ્લા ઘણા દિવસોથી અમારી રજુઆતનાં ભાગરૂપે પ્રેસ મીડીયામા તેમજ ન્યુઝ ચેનલ દ્વારા આ કામે કાર્યવાહી સમાચારો પ્રસિધ્ધ રહેલ છે. અને આ સમગ્ર હકીકતને દબાવવા એનેકેન પ્રકારના પ્રયાસો થઈ રહેલ છે.
દબાણકર્તા ઉચ્ચ કક્ષાની લાગવગ ધરાવતા હોવાથી હાલ સુધી કોઈ જ યોગ્ય કાર્યવાહી થયેલ નથી. આવી બાબત કોઈ આમ નાગરીક દ્વારા સરકારી જમીન પર દબાણ કરે તો વહીવટી તંત્ર દ્વારા લેન્ડ ગ્રેબીગથી લઈ દબાણો દુર કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ આ કેસમાં ધાકપિછોડો કરી સમગ્ર હકીકતને દબાવી દેવાના પ્રયત્નો થઈ રહીયા છે. ખરેખર તો આ જમીન પરની તમામ હકકો ગૌચર ને  લાગુ પડતા હોય અને માલ ઢોરને ચરાવવા માટે ની હોય પરંતુ આ કેસમાં પશુને પીવા માટે પાણીનો અધિકાર પણ રહીયો નથી. અને કાંટા તારવાળી ફેન્સીંગ મારી સદતંર  દબાણ કરતા ઓ દ્વારા કબજો જમાવી દીધેલ છે.આમ ધોળકીયા ફાઉન્ડેશન અને હેતની હવેલીના નામે પ્રખ્યાત થયેલ સ્થળના માલીકો દ્વારા અનઅધિકૃત કરાયેલ ગૌચરની જમીન પરના દબાણનો માપણી કરી હદ નિશાન નક્કી કરી તારીખ.૨૫/૧૧/૨૦૨૬ સુધીમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો આપની કચેરી સમક્ષ માલધારીઓને ખેડુતો તેમજ જાહેર સામાજીક કાર્યકરો સાથે આપની કચેરી સમક્ષ તારીખ. ૨૬/૧૧/૨૦૨૬ ના અર્ધનગ્ન હાલતમાં ઉપવાસ પર બેસી સવિનય ગાંધી ચિંધ્યા આંદોલન કરીશું જે દરમિયાન ઉભી થનાર પરિસ્થિતિ માટે વહીવટી તંત્ર જવાબદાર રહેશે 

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)