Loading Date... Gold 24K: ₹89,563 | Silver 1kg: ₹105,670 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
ભાવનગર જિલ્લામાં યોગાસન સ્પર્ધાનું આયોજન, રાજ્ય યોગ બોર્ડ દ્વારા જિલ્લા, ઝોન અને રાજ્ય કક્ષાએ સ્પર્ધા યોજાશે

દામનગરની શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલયની ગ્રંથ સપ્તાહ ઉજવણીમાં સુરતના જયભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટના યુવાનોની ઉપસ્થિતિ

દામનગરની શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલયની ગ્રંથ સપ્તાહ ઉજવણીમાં સુરતના જયભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટના યુવાનોની ઉપસ્થિતિ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

દામનગર સાહિત્ય જગતની શાન સમાન ઐતિહાસિક શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ખાતે યોજાઈ રહેલી ગ્રંથ સપ્તાહની ઉજવણી પ્રસંગે સુરતની સામાજિક સેવા સંસ્થા શ્રી જયભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટના યુવાનો વિપુલભાઈ નારોલા, ઘનશ્યામભાઈ નારોલા સહિતના યુવાનોએ ખાસ ઉપસ્થિતિ આપી હતી.સેંકડો વર્ષ ...

દામનગર સાહિત્ય જગતની શાન સમાન ઐતિહાસિક શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ખાતે યોજાઈ રહેલી ગ્રંથ સપ્તાહની ઉજવણી પ્રસંગે સુરતની સામાજિક સેવા સંસ્થા શ્રી જયભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટના યુવાનો વિપુલભાઈ નારોલા, ઘનશ્યામભાઈ નારોલા સહિતના યુવાનોએ ખાસ ઉપસ્થિતિ આપી હતી.સેંકડો વર્ષ જૂની વિરાસત સમાન આ પુસ્તકાલયની મુલાકાત દરમિયાન યુવાનોએ પુસ્તકાલયના વિવિધ વિભાગો, વિશેષતાઓ અને સુવ્યવસ્થિત કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. પુસ્તકાલયની સમૃદ્ધ જ્ઞાનપરંપરા અને ઉત્તમ વ્યવસ્થાથી યુવાનો ખૂબ પ્રભાવિત થયા હતા અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.આ પ્રસંગે યુવાનોએ પુસ્તકાલયના મહિમાને વર્ણવતાં જણાવ્યું હતું કે, "પુસ્તકાલય એટલે ઇચ્છિત જ્ઞાનનું વરદાન આપતું દેવમંદિર." હજારો મહાનુભાવોના વિચારો અને જ્ઞાનના ભંડાર વચ્ચે સમય વિતાવતાં જાણે કોઈ પવિત્ર તીર્થક્ષેત્રની મુલાકાત લીધી હોય તેવી દિવ્ય અનુભૂતિ થાય છે.આ મુલાકાત દ્વારા યુવાનોએ જ્ઞાન, સાહિત્ય અને સંસ્કૃતિના વારસાને જાળવવા તથા નવી પેઢીને વાંચન તરફ પ્રેરિત કરવા પુસ્તકાલયોની અમૂલ્ય ભૂમિકાને બિરદાવી હતી.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)