Loading Date... Gold 24K: ₹89,563 | Silver 1kg: ₹105,670 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
ભાવનગર જિલ્લામાં યોગાસન સ્પર્ધાનું આયોજન, રાજ્ય યોગ બોર્ડ દ્વારા જિલ્લા, ઝોન અને રાજ્ય કક્ષાએ સ્પર્ધા યોજાશે

સૂર્ય ઉપાસના ના મહાપર્વ છઠ પૂજાની અત્યંત ભક્તિભાવ ઉલ્લાસ પૂર્વક ઉજવણી

સૂર્ય ઉપાસના ના મહાપર્વ છઠ પૂજાની અત્યંત ભક્તિભાવ ઉલ્લાસ પૂર્વક ઉજવણી
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

સુરત પલસાણા તાલુકાના ચલથાણ ગામે આવેલી સુગર ફેક્ટરી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સૂર્ય ઉપાસના ના મહાપર્વ એવા છઠ પૂજાની અત્યંત ભક્તિભાવ, ઉલ્લાસ અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

સુરત પલસાણા તાલુકાના ચલથાણ ગામે આવેલી સુગર ફેક્ટરી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સૂર્ય ઉપાસના ના મહાપર્વ એવા છઠ પૂજાની અત્યંત ભક્તિભાવ, ઉલ્લાસ અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉત્તર ભારતીય સમાજના ભાઈ ઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને સમગ્ર પરિસર ભક્તિમય વાતાવરણ થી ગુંજી ઉઠ્યું હતું.
ચલથાણ સુગર ફેક્ટરીના પરિસરમાં છઠ પૂજાના આયોજન માટે ખાસ સ્વચ્છતા, રોશની અને પૂજા ઘાટની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.સુગર ફેકટરી ના એમડી બીપીનચંદ્ર પાંડે સહપરિવાર પુજા અર્ચના કરી હતી તેમજ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને વ્રતધારી મહિલાઓ અને પુરુષોએ પૂજાની સામગ્રી સાથે ઉપસ્થિત રહીને આસ્થાના આ પર્વની ઉજવણી કરી હતી.વ્રતધારીઓએ નિર્જળા ઉપવાસ રાખીને સાંજના સમયે અસ્તાચળગ (ડૂબતા) સૂર્યને અને બીજા દિવસે વહેલી સવારે ઉદયમાન (ઉગતા) સૂર્યને જળ અને દૂધનું અર્ઘ્ય અર્પણ કરીને પરિવારની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
ભક્તિમય માહોલમા પૂજા દરમિયાન પરંપરાગત છઠ મૈયાના ગીતો અને ભજનોની રમઝટ જામી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક બની ગયું હતું.
 આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સુગર ફેક્ટરીના વહીવટી તંત્ર અને સ્થાનિક આગેવાનો દ્વારા શ્રદ્ધાળુઓ માટે ચા પાણી, સુરક્ષા અને પ્રસાદની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ ધાર્મિક પ્રસંગે સ્થાનિક આગેવાનો, ફેક્ટરીના કર્મચારીઓ અને ગ્રામજનોએ પણ ઉપસ્થિત રહીને સૌને છઠ પૂજાની શુભકામનાઓ પાઠવી હતી. કોમી એકતા અને સામાજિક સમરસતાના દર્શન કરાવતા આ પર્વની ઉજવણી શાંતિપૂર્ણ અને આનંદમય માહોલમાં સંપન્ન થઈ હતી.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)