ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી રાજેન્દ્ર અસારી સાહેબ નાઓએ ભાવનગર
રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના
આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ
અધિક્ષકશ્રી જયવીર ગઢવી સાહેબ નાએ અમરેલી જિલ્લામા ગુનાઓ આચરી, પોતાની
કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર
થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી સી.પી.વાઘેલા
નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે લાઠી પો.સ્ટે.
ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૪૨૫૦૨૬૫/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા (BNS) કલમ
૩૦૫(એ), ૩૦૫(ડી), ૩૩૧(૪) મુજબના ગુનામાં પોતાની કાયદેસરની ધરપકડ
ટાળવા માટે છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને બાતમી હકિકત
તેમજ ટેકનીકલ સોર્સ આધારે પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ લાઠી
પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીઃ -
મુકામ ઉર્ફે મુકેશ ડુંગરસિંગ ડાવર ઉ.વ.૨૫ રહે.બયડા, હોલી ફળીયા, તા.જોબટ,
જિ.અલીરાજપુર(મધ્યપ્રદેશ)
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી
એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા હેડ કોન્સ.કીશનભાઇ આસોદરીયા,
રાહુલભાઇ ઢાપા, અશોકભાઇ કલસરીયા, તુષારભાઇ પાંચાણી, હરેશભાઇ કુંવરદાસ
તથા પો.કોન્સ.જયરાજસિંહ બારડ દ્વારા કરવામાં આવેલ છે.