ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. ૦૧-૦૧-૨૦૨૭ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૭ જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત અમરેલી જિલ્લામાં તા. ૨૭ નવેમ્બર (શુક્રવાર), ૨૦૨૬ થી તા. ૨૬ ડિસેમ્બર, ૨૦૨૬ (શનિવાર) દરમિયાન ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમ અંતર્ગત લાયકાત ધરાવતા નાગરિકો મતદારયાદીમાં પોતાના નામની નોંધણી કરાવી શકશે. જ્યારે મતદારયાદીમાં નામ ધરાવતા મતદારો પોતાની વિગતોમાં જરૂરી સુધારા પણ કરાવી શકશે.
આ ઉપરાંત તા. ૨૯ નવેમ્બર, ૨૦૨૬ (રવિવાર), તા. ૦૬ ડિસેમ્બર, ૨૦૨૬ (રવિવાર) અને તા. ૧૩ ડિસેમ્બર, ૨૦૨૬ (રવિવાર)ના રોજ ખાસ ઝુંબેશના દિવસો યોજવામાં આવશે. આ દિવસોએ જિલ્લામાં સમાવિષ્ટ ૧,૩૯૫ મતદાન મથકો ખાતે બુથ લેવલ અધિકારીઓ સવારે ૧૦:૦૦ કલાકથી સાંજે ૦૫:૦૦ કલાક સુધી ઉપસ્થિત રહી મતદારયાદીમાં નામ નોંધણી, સુધારા તથા કમી માટેના ફોર્મ સ્વીકારશે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા નિયત કરવામાં આવેલા વિવિધ પ્લેટફોર્મ મારફતે નાગરિકો ઓનલાઇન ફોર્મ ભરી શકશે. જેમાં નીચેના માધ્યમોનો સમાવેશ થાય છે. Voter Helpline Mobile App (Android/iOS) , https://voterportal.eci.gov.
વધુ માહિતી માટે નાગરિકો ભારતના ચૂંટણી પંચના મતદાર હેલ્પલાઇન નંબર ૧૯૫૦ પર સંપર્ક કરીને માર્ગદર્શન મેળવી શકશે. જિલ્લાના વધુમાં વધુ યુવા નાગરિકો મતદારયાદીમાં પોતાના નામની નોંધણી કરાવે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી, અમરેલી દ્વારા અપીલ કરવામાં આવી છે.