Loading Date... Gold 24K: ₹89,003 | Silver 1kg: ₹105,010 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૭ અંતર્ગત અમરેલી જિલ્લામાં ખાસ ઝુંબેશના દિવસો જાહેર

તલગાજરડાના ચિત્રકુટધામ ખાતે મોરારિબાપુ દ્વારા સંતવાણી એવોર્ડ અર્પણ કાર્યક્રમ યોજાશે.

તલગાજરડાના ચિત્રકુટધામ ખાતે મોરારિબાપુ દ્વારા સંતવાણી એવોર્ડ અર્પણ કાર્યક્રમ યોજાશે.
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

પૂ.મોરારીબાપુના પિતાશ્રી પૂ. પ્રભુદાસ બાપુ ની પુણ્યતિથિએ દર વર્ષે યોજાતો સાત્વિક કાર્યક્રમકુંઢેલી (હરેશ જોશી)મહુવા નજીકના સુપ્રસિદ્ધ તિર્થસ્થળ તલગાજરડા ગામના ચિત્રકુટધામ મધ્યે પ્રતિવર્ષની જેમ પૂ.મોરારિબાપુ દ્વારા સંતવાણી એવોર્ડઝ એનાયત કરવામાં આવશે.

પૂ.મોરારીબાપુના પિતાશ્રી પૂ. પ્રભુદાસ બાપુ ની પુણ્યતિથિએ દર વર્ષે યોજાતો સાત્વિક કાર્યક્રમ

કુંઢેલી (હરેશ જોશી)
મહુવા નજીકના સુપ્રસિદ્ધ તિર્થસ્થળ તલગાજરડા ગામના ચિત્રકુટધામ મધ્યે પ્રતિવર્ષની જેમ પૂ.મોરારિબાપુ દ્વારા સંતવાણી એવોર્ડઝ એનાયત કરવામાં આવશે. આગામી તા.26/11/2026ને ગુરુવારે રાત્રિના 7 કલાકે પ્રયોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાતના સુપ્રસિદ્ધ ભજનીકો, સંતવાણી વાદકો તેમજ સંતવાણી પ્રેમીઓની બહોળી ઉપસ્થિતિમાં પૂજ્ય મોરારીબાપુના હસ્તે સંતવાણીના આદિ સર્જકની વંદના અંતર્ગત 
સંત શ્રી પૂ. સુખરામજી બાપુ,મોટા ભમોદરા ની વંદના થશે. જ્યારે સુપ્રસિદ્ધ ભજનીક દેવરાજ ગઢવી, નાનો ડેરો, (બાડા-કચ્છ ),તબલા વાદક શપ્રતાપભાઈ બારોટ,જુનાગઢ, તથા હિતેશગીરી  ગણપતગીરી ગોસાઈ (બાબરા રાજકોટ) તથા મંજીરાવાદક સંજયભાઈ (જમનાદાસ)કાપડી જામનગર ને વર્ષ ૨૦૨૬ નો સંતવાણી એવોર્ડ આપીને વંદના કરવામાં આવશે.
એવોર્ડ અર્પણ વિધિ બાદ પૂ. બાપુનું પ્રસંગિક ઉદબોધન થશે અને ત્યારબાદ રાજ્યના સુપ્રસિદ્ધ ભજનીકો દ્વારા સંતવાણીની પ્રસ્તુતિ થશે.
પૂ. પ્રભુદાસબાપુની પુણ્યતિથિ (કારતક વદ બીજ) નિમિતે પૂ. મોરારીબાપુની પ્રેરણા અને માર્ગદર્શનમાં દર વર્ષે આ તિથિએ સંતવાણી એવોર્ડઝ અર્પણ કરીને સંતવાણીના રચયિતા, સંતવાણી– ભજનના ગાયક તેમજ સંતવાણીના વાદ્ય સંગીતકારોની વંદના કરવાનો ઉપક્રમ રચાય છે. તે જ દિવસે સવારના સમયે તલગાજરડા ગામની દિકરીનાં સમુહલગ્ન પણ યોજાશે.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)