Loading Date... Gold 24K: ₹88,625 | Silver 1kg: ₹104,564 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છોટાઉદેપુર જિલ્લાના 3 દિવસીય પ્રવાસે; કવાંટ ખાતે ઉમળકાભેર સ્વાગત કરાયું

જેસર રોડ રેલવે ફાટક પર મંજૂર થયેલ અંડરબ્રિજનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરવા જાગૃત નાગરિકોની ઉગ્ર માંગ

જેસર રોડ રેલવે ફાટક પર મંજૂર થયેલ અંડરબ્રિજનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરવા જાગૃત નાગરિકોની ઉગ્ર માંગ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

જેસર રોડ વિસ્તારના હજારો રહિશો અને વાહનચાલકો માટે માથાના દુખાવા સમાન બનેલી રેલવે ફાટકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા સ્થાનિક જાગૃત નાગરિકોએ મેદાનમાં આવી અવાજ ઉઠાવ્યો છે.

જેસર રોડ વિસ્તારના હજારો રહિશો અને વાહનચાલકો માટે માથાના દુખાવા સમાન બનેલી રેલવે ફાટકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા સ્થાનિક જાગૃત નાગરિકોએ મેદાનમાં આવી અવાજ ઉઠાવ્યો છે. ધારાસભ્ય શ્રી મહેશભાઈના પ્રયાસોથી જેસર રોડ રેલવે ફાટક પર અંડરબ્રિજ મંજૂર તો થઈ ચૂક્યો છે, પરંતુ તેની કામગીરી હજુ સુધી શરૂ ન થઈ હોવાથી નાગરિકોમાં ભારે અસંતોષ અને ચિંતા જોવા મળી રહી છે.
​આ અંગે જેસર રોડ વિસ્તારના જાગૃત નાગરિકો દ્વારા ધારાસભ્ય શ્રી મહેશભાઈને ઉદ્દેશીને એક રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, દિવસ દરમિયાન વારંવાર રેલવે ફાટક બંધ રહેવાને કારણે બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી જાય છે. આ ભયંકર ટ્રાફિક જામમાં રોજિંદા અવરજવર કરતા હજારો નાગરિકો, વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગનો કિંમતી સમય વેડફાય છે.
​સૌથી ગંભીર બાબત એ છે કે, ફાટક બંધ હોવાને કારણે સર્જાતા ટ્રાફિકમાં અનેકવાર ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ પણ ફસાઈ જાય છે. ગંભીર બીમારી કે અકસ્માતના સમયે દર્દીઓને હોસ્પિટલ પહોંચવામાં થતો આ વિલંબ કોઈ નિર્દોષ વ્યક્તિની જાનહાનિનું કારણ બની શકે તેમ છે.
​જાગૃત નાગરિકોએ ધારાસભ્ય શ્રી મહેશભાઈ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરતા નમ્ર અપીલ કરી છે કે, આપના માધ્યમથી મંજૂર થયેલ આ અંડરબ્રિજનું કામ હવે વધુ વિલંબ કર્યા વગર અત્યંત ઝડપી શરૂ કરાવવામાં આવે. પ્રજાની આ અત્યંત ગંભીર અને સંવેદનશીલ સમસ્યાને પ્રાથમિકતા આપી યુદ્ધના ધોરણે અંડરબ્રિજની કામગીરી પૂર્ણ કરાવવામાં આવે તેવી સમગ્ર જેસર રોડ વિસ્તારની જનતાની પ્રબળ માંગ છે.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)