ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૭ની બેંકોની જાહેર રજાઓ અંગે ગત તા. ૪ નવેમ્બર, ૨૦૨૬ના રોજ બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં "ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતી"ની તારીખ,વાર અને શક સંવત બાબતે શરતચૂકથી થયેલી ભૂલ સુધારવામાં આવી છે.
જેમાં અગાઉના
જાહેરનામામાં આ રજા શરતચૂકથી તા. ૧૪ એપ્રિલ, ૨૦૨૬ દર્શાવવામાં આવી હતી. આ સંદર્ભે તા. ૧૬ નવેમ્બર, ૨૦૨૬ના રોજ નવું સુધારેલું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
નવા સુધારા મુજબ, વર્ષ ૨૦૨૭માં ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતીની જાહેર રજા હવે બુધવાર, ૧૪ એપ્રિલ, ૨૦૨૭ના રોજ રહેશે. આ દિવસની અન્ય પંચાંગની વિગતો જોઈએ તો, શક સંવત ૧૯૪૯ની ૨૪ ચૈત્ર અને વિક્રમ સંવત ૨૦૮૩ની ચૈત્ર સુદ-૮ રહેશે.
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આ એક જ બાબતના સુધારા સિવાય અગાઉના મૂળ જાહેરનામાની બાકીની તમામ રજાઓ અને વિગતો યથાવત્ રહેશે.