Loading Date... Gold 24K: ₹89,138 | Silver 1kg: ₹105,168 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS

શમાં વિવિધ રાજ્યોમાં અકાળે અવસાન પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

શમાં વિવિધ રાજ્યોમાં અકાળે અવસાન પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

પુરા દેશમાં અકસ્માત સર્જાવાનો સીલસીલો ચાલુ છે. ગત દિવસે ઉતરાખંડમાં અકસ્માતના બે જુદા જુદા બનાવો બન્યા હતા.

પુરા દેશમાં અકસ્માત સર્જાવાનો સીલસીલો ચાલુ છે. ગત દિવસે ઉતરાખંડમાં અકસ્માતના બે જુદા જુદા બનાવો બન્યા હતા. બંને ઘટનામાં બસ અને મુસાફરી વાહન નદીમાં ખાબકતાં કુલ મળીને ૧૩ લોકોનાં કરુણ મોત નિપજયા છે. પૂજ્ય મોરારિબાપુ હાલમાં સ્વસ્તિક કથાયાત્રામાં છે અને તે દરમિયાન તેમને આ દુઃખદ ઘટના વિશે સમાચાર પ્રાપ્ત થતા તેમણે અવસાન પામેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમનાં પરિવારજનોને રુપિયા પંદર હજાર લેખે ૧,૯૫,૦૦૦ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે રામકથાના મુંબઈ સ્થિત શ્રોતા દ્વારા પહોંચાડવામાં આવશે. 
            બીજી તરફ બેંગ્લોરના વિધાર્થીઓનાં વાહનનો વહેલી સવારે ધુમ્મસ હોવાને કારણે ઝાડ સાથે અથડાતાં થયેલ અકસ્માતમાં ૧૯ આશાસ્પદ યુવાનોનાં મોત નિપજયા છે તેમના પરિવારજનોને પણ રુપિયા પંદર હજાર લેખે ૨,૮૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવામાં આવશે. 
      ત્રીજી તરફ ગુજરાતમાં હલેનડા અને અંજારમાં કુલ ૫ લોકોનાં મોત નિપજયા છે. તેમનાં પરિવારજનોને પૂ બાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે અને રુપિયા ૭૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. આ તમામ દિવંગત થયેલા લોકોનાં નિર્વાણ માટે પૂ બાપુએ હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના કરી છે. તેમ જયદેવ માંકડની યાદીમાં જણાવ્યું છે.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)