Loading Date... Gold 24K: ₹89,138 | Silver 1kg: ₹105,168 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
આદિજાતિ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્કર્ષ માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર; આદિજાતિ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્કર્ષ માટે ગુજરાત સરકાર દ્વારા પ્રિ-મેટ્રિક અને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાઓ અમલી

શિયાળુ સીઝનમાં બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદીમાં સાવચેતી રાખવા ખેડૂતોને અનુરોધ

શિયાળુ સીઝનમાં બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદીમાં સાવચેતી રાખવા ખેડૂતોને અનુરોધ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

અમરેલી જિલ્લાના ખેડૂતોને શિયાળુ સીઝન દરમિયાન ખેતી માટે જરૂરી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે ખાસ સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવે છે.

અમરેલી જિલ્લાના ખેડૂતોને શિયાળુ સીઝન દરમિયાન ખેતી માટે જરૂરી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે ખાસ સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવે છે. ખેતીમાં ઉપયોગમાં લેવાતાં આ ઇનપુટ્સની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ અથવા પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ તથા ખાનગી વિક્રેતાઓ પાસેથી જ કરવી જોઈએ. ખેડૂતો છેતરપિંડીથી બચી શકે તે માટે લાયસન્સ કે પરવાનો ન ધરાવતી વ્યક્તિઓ, પેઢીઓ, ફેરિયાઓ કે અન્ય લેભાગુ તત્ત્વો પાસેથી બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી ન કરવા ખાસ કાળજી રાખવી જરૂરી છે.

 

ખેડૂતોએ ખરીદી કરતી વખતે વેપારી પાસેથી લાયસન્સ નંબર, પૂરું નામ, સરનામું, ખરીદેલ ઇનપુટનું નામ, લોટ નંબર સહિતની જરૂરી વિગતો દર્શાવતું પાકું બિલ વેપારીની સહી સાથે અવશ્ય મેળવી લેવું. આ ઉપરાંત, મુદત પૂરી થઈ ગયેલાં બિયારણ, ખાતર કે જંતુનાશક દવાઓની ખરીદી ટાળવી અને ખેતીમાં હંમેશાં વૈજ્ઞાનિક ભલામણ મુજબ જ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો જોઈએ.

 

જિલ્લામાં ક્યાંય અનધિકૃત રીતે અથવા ભળતાં નામે અમાન્ય બિયારણ, ખાતર કે જંતુનાશક દવાઓનું વેચાણ થતું હોવાનું ધ્યાને આવે, તો ખેડૂતોએ તાત્કાલિક સંબંધિત તાલુકાના ખેતીવાડી અધિકારી અથવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), અમરેલીનો સંપર્ક કરી જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)