Loading Date... Gold 24K: ₹89,138 | Silver 1kg: ₹105,168 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS

રાજુલા પોલીસ સ્ટેશનના કેબલ વાયર ચોરીના બે ગુન્હાનો ભેદ ઉકેલી એક પુરૂષ તથા એક મહીલા ઇસમને કીં.રૂ.૧૩,૩૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી રાજુલા પોલીસ સ્ટેશન ટીમ

રાજુલા પોલીસ સ્ટેશનના કેબલ વાયર ચોરીના બે ગુન્હાનો ભેદ ઉકેલી એક પુરૂષ તથા એક મહીલા ઇસમને કીં.રૂ.૧૩,૩૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી રાજુલા પોલીસ સ્ટેશન ટીમ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી આર.વી.

ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી આર.વી. અસારી સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલ્કત સબંધી અનડિટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા બનવા પામેલ મિલકત સંબધી ચોરોના ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને ગુન્હો ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી નયના ગોરડીયા સાહેબ સાવરકુંડલા વિભાગનાઓએ સીમચોરી તથા અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા તેમજ આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ હોય

 ગુન્હાઓની વિગત
જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી વી.એમ.કોલાદરા સાહેબનાઓની સુચના અને માર્ગદર્શંથી રાજુલા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૬૦૮૨૨/૨૦૨૬ B.N.S.-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) ગુન્હાના કામે આરોપીએ 6 M.M નો ૨૨ મીટર કેબલ વાયર કીં.રૂ.૨૬૦૦/- (૨‌) તથા રાજુલા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૬૦૮૨૦/૨૦૨૬ B.N.S.-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨‌) મુજબના ગુન્હાના કામે આરોપીએ 6 M.M ૧૫૦ મીટર કેબલ વાયર કીં.રૂ.૧૦,૦૦૦/- ની ચોરી કરેલ હોય જે અંગેની રાજુલા પોલીસ ટીમને મળેલ ચોક્કસ બાતમી તથા હ્યુમન સોર્ચ આધારે રાજુલા આગરીયા ગામની સીમમાંથી ગુન્હામાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે એક પુરૂષ તથા એક મહિલા ઇસમને ૩૩ મીટર કેબલ વાયર કીં.રૂ.૩૩૦૦/- તથા બજાજ સી.ટી. ૧૦૦ મો.સા. રજી. નં.GJ01EC6962 કીં.રૂ.૧૦,૦૦૦/- તથા એક દાતરડુ કી.રૂ.૨૦/- મળી કુલ મુદ્દામાલ કિંમત રૂ.૧૩,૩૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કેબલ વાયર ચોરીના બે અનડીટેક્ટ ગુન્હોઓ ડીટેક્ટ કરી પકડાયેલ આરોપીઓ વિરુધ્ધ ધોરણસર કાર્યવાહી કરતી રાજુલા પોલીસ ટીમ.
 પકડાયેલ આરોપીની વિગત
(૧) રાજુભાઇ રાયાભાઇ બારૈયા (દેવીપુજક) ઉ.વ.૩૦ ધંધોમજુરી રહે.મોટા આગરીયા તા.રાજુલા જી.અમરેલી મુળ રહે.નારીયેલી મોલી તા.ઉના જી.ગીર સોમનાથ
(૨) નીતાબેન વા/ઓ રાજુભાઇ રાયાભાઇ બારૈયા (દેવીપુજક) ઉ.વ.૨૮ ધંધોમજુરી રહે.મોટા આગરીયા તા.રાજુલા જી.અમરેલી મુળ રહે.નારીયેલી મોલી તા.ઉના જી.ગીર સોમનાથ
 કબ્જે કરેલ મુદામાલની વિગત
- ૩૩ મીટર કેબલ વાયર કીં.રૂ.૩૩૦૦/- તથા બજાજ સી.ટી. ૧૦૦ મો.સા. રજી. નં.GJ01EC6962 કીં.રૂ.૧૦,૦૦૦/- તથા એક દાતરડુ કી.રૂ.૨૦/- મળી કુલ મુદ્દામાલ કિંમત રૂ.૧૩,૩૨૦/- ના મુદ્દામાલ કબ્જે કરેલ છે.
 ગુન્હો કરવાની એમ.ઓ.
ઉપરોકત આરોપીઓ રાત્રીના ૧૯/૦૦ થી ૨૧/૦૦ દરમ્યાન મો.સા લઇ રોડ નજીકના વાડીઓમાંથી કેબલ વાયર કાપી લઇ અને ચોરી કરી નાસી જઇ ગુન્હો આચરતા .
 કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.એમ.કોલાદરા સાહેબ ના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ એસ.બી જાની સાહેબ તથા સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ મધુભાઇ પોપટ તથા હે.કોન્સ હરેશભાઇ વાળા તથા મનુભાઇ માંગાણી તથા સુરેશભાઇ મેર તથા પો.કોન્સ રવીભાઇ વરૂ તથા મહેશભાઇ બારૈયા તથા આગરીયા બીટના એ.એસ.આઇ. રાણાભાઇ વરુ તથા પો.કોન્સ. રામદેવસિંહ સરવૈયા તથા હીતેષભાઇ કલસરીયા દ્વારા કરવામાં આવેલ છે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)