સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજ્યના ૬૦ વર્ષથી વધુ વયના ભાઈઓ-બહેનો માટે સિનિયર સિટીઝન રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ રમતોત્સવ અંતર્ગત એથ્લેટિક્સ, વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસ્સાખેંચ અને ટેનિસ બૉલ ક્રિકેટ સહિતની સાત રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધાઓનું અમરેલી જિલ્લામાં પણ સ્થાનિક કક્ષાએ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આગામી તા. ૨૫ નવેમ્બર, ૨૦૨૬ના રોજ સવારે ૮:૦૦ કલાકથી સરદાર પટેલ રમત સંકુલ, ચિત્તલ રોડ, ગોળ હોસ્પિટલ પાસે, અમરેલી ખાતે સ્પર્ધાઓ યોજાશે.
આ સ્પર્ધાઓમાં ભાગ લેવા ઇચ્છુક અમરેલી જિલ્લાના સિનિયર સિટીઝન ખેલાડીઓએ જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, અમરેલી ખાતે સંપર્ક કરવા અથવા ફોન નંબર ૦૨૭૯૨-૨૯૯૦૬૧ પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. આ અંગે જિલ્લા રમતગમત અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.