મહાદેવધામની પ્રવૃત્તિ માનવતાલક્ષી.... નગરસેવિકા નીતાબેન લાલ.
જીવનનગર સમિતિના સર્વાગી કાર્યોને બિરદાવું છું. પ્રભારી ધ્યેય દોશી.
તુલશી વિવાહમાં માનવ મહેરામણ ઉમટી પડયું.
મહિલા મંડળે આગામી પ્રવાસની જાહેરાત કરી.
અમદાવાદ : જીવનનગર વિકાસ સમિતિ, રામેશ્વર મહાદેવ મંદિર, મહાદેવધામ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા સત્સંગ મંડળના સંયુક્ત ઉપક્રમે મંદિરના પટાંગણમાં તુલશી વિવાહ ભાવપૂર્ણ સંપન્ન સાથે મહાદેવધામની માનવતાલક્ષી પ્રવૃતિની પ્રશંસા કરવામાં આવી હતી. ઠાકોરજીના વિવાહ ભાવાત્મક દ્રષ્ટિકોણ સાથે પર્યાવરણની રક્ષાનો ઉદાત્ત સંદેશ આપે છે. મહિલા મંડળનું સન્માન કરવામાં આવ્યું હતું.
તુલશીવિવાહ પ્રસંગે મંગલ દિપ પ્રાગ્ટય ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહે કરતાં જણાવ્યું કે ભગવાન ઠાકોરજીના વિવાહ સમાજને પર્યાવરણની રક્ષા કરવાનો ઉદાત્ત સંદેશ આપે છે. તુલશીવિવાહ ભારતીય શ્રદ્ધાળુઓની આગવી ઓળખ છે. લગ્ન સમારોહનો શ્રી ગણેશ થાય છે. જયંત પંડયાનું નેતૃત્વ રહીશોને ફળદાયી સાબિત થયું છે. નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. વોર્ડના પ્રભારી ધ્યેય દોશીએ જીવનનગર સમિતિના સર્વાંગી કાર્યોને બિરદાવી મહિલા મંડળને અભિનંદન પાઠવ્યા હતા. નગરસેવિકા શ્રીમતિ નીતાબેન લાલે મહાદેવધામની પ્રવૃતિ માનવતાલક્ષી હોય છે. ભા.જ.૫. ના બધા હોદ્દેદારોને હાજરી આપવી વિશેષ ગમે છે. વોર્ડના મહામંત્રી મનિષભાઈ દેડકીયાએ નૂતન વર્ષે સરકારની યોજનાઓની માહિતી આપી હતી.
સમિતિના પ્રમુખ એડવોકટ જયંત પંડયાએ જણાવ્યું કે તુલશીવિવાહ વિધિ-વિધાન સાથે ઠાકોરજીની પ્રેરણા સંદેશ માનવસમાજ માટે ઉપકારક છે. પૃથ્વી ઉપર પર્યાવરણનું જતન કરવું સાથે પ્રત્યેક વૃક્ષ ઓકિસજન આપી કર્તવ્ય નિભાવે છે તેમાંથી રાષ્ટ્રનું હિત નાગરિકની ફરજ છે.
મહાદેવધામ મહિલા મંડળના વ્યવસ્થાપક શ્રીમતિ સુનિતાબેન વ્યાસ, શોભનાબેન ભાણવડિયા, યોગિતાબેન જોબનપુત્રા, હર્ષાબેન પંડયા, ભારતીબેન ગંગદેવ, નેહાબેન મહેતા, ભક્તિબેન ખખ્ખર, કિર્તીબેન કગથરા, ભારતીબેન રાવલનું સન્માન ડૉ. દર્શિતાબેન શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. પુનમબેન આકાશભાઈ સોલંકી તથા પ્રિયંકા હિરેનભાઈ પીઠડીયાએ પૂજનવિધિમાં ભાગ લીધો હતો. મહામંત્રી મનિષભાઈ દેડકીયા, દર્શિતભાઈ જોષી, વિનોદરાય ભટ્ટ, પાર્થ ગોહેલ, નગરસેવિકા નીતાબેન લાલ, પ્રભારી ધ્યેય દોશીએ આરતીમાં ભાગ લીધો હતો.
તુલશીવિવાહમાં શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. જીવનનગર, જ્ઞાનજીવન, દેશળદેવ પરા, અમી પાર્ક, શિવ પરા, બ્રહ્મસમાજ, તિરૂપતિનગર અને રૈયા–વાજડી ગામથી શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. સંચાલન શ્રીમતિ સુનિતાબેન વ્યાસ, નેહાબેન મહેતા, પાર્થ ગોહેલ, વિનોદરાય ભટ્ટે સફળતાથી કર્યું હતું. આગામી દ્વારિકા અને સોમનાથ નો પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટ જીવનનગરમાં તુલશી વિવાહ ભાવપૂર્ણ સંપન્ન. ઠાકોરજીના વિવાહ ભાવાત્મક પર્યાવરણની રક્ષાનો સંદેશ... ડૉ. દર્શિતાબેન શાહ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો)
AEO Verified
મહાદેવધામની પ્રવૃત્તિ માનવતાલક્ષી.... નગરસેવિકા નીતાબેન લાલ.જીવનનગર સમિતિના સર્વાગી કાર્યોને બિરદાવું છું.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story: