Loading Date... Gold 24K: ₹88,643 | Silver 1kg: ₹104,585 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની જનસેવા અને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રની કામગીરીને બિરદાવી; રાજ્યપાલ એ માન. વડાપ્રધાનશ્રી પ્રત્યે હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કર્યો

દેશમાં વિવિધ સ્થળોએ અકસ્માતમાં અવસાન પામેલાઓને મોરારિબાપુ શ્રધ્ધાંજલિ અને સહાય

દેશમાં વિવિધ સ્થળોએ અકસ્માતમાં અવસાન પામેલાઓને મોરારિબાપુ શ્રધ્ધાંજલિ અને સહાય
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

બે દિવસ પહેલાં ભૂજ નજીક ખાવડા હાઈવે પર એક અત્યંત હ્રદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ઉતરાખંડના ૭ લોકોનાં કરુણ મોત નિપજયા હતા.

બે દિવસ પહેલાં ભૂજ નજીક ખાવડા હાઈવે પર એક અત્યંત હ્રદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ઉતરાખંડના ૭ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. આ મરણ પામનાર લોકોમાં આર્મી જવાન અને તેમનાં પરિવારજનોનો સમાવેશ થાય છે. પૂજ્ય મોરારિબાપુએ સંવેદના સાથે એમનાં પરિવારને રુપિયા ૧,૦૫૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે રામકથાના મુંબઈ સ્થિત શ્રોતા દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવામાં આવી છે.
         રાજસ્થાનમાં કોટા નજીક મહારાષ્ટ્રના ધુલિયા ખાતેનો પરિવાર અકસ્માતનો ભોગ બન્યો હતો અને તેમાં ૯ લોકોનાં મોત થયા હતા. પૂ બાપુએ આ હતભાગી લોકોનાં પરિવારને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૩૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવામાં આવી હતી. 
     સાવરકુંડલા નજીક એક એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માતમાં ૫ લોકોનાં કરુણ મોત નિપજયા હતા ત્યારે તેમના પરિવારજનોને ૭૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવી છે. 
   એક કરુણાંતિકા જૂનાગઢ જિલ્લામાં સર્જાઈ હતી જેમાં ત્રણ લોકોનાં મોત નિપજયા હતા ત્યારે પૂ બાપુએ આ પરિવારને પણ રૂપિયા પંદર હજાર લેખે ૪૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે.  પૂ બાપુએ આ તમામ દિવંગત થયેલા લોકોનાં નિર્વાણ માટે હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના કરી છે અને તેમનાં પરિવારજનોને દિલસોજી પાઠવી છે. 
તેમ મહુવાથી જયદેવભાઈ માંકડની યાદીમાં જણાવ્યું છે.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)