સમગ્ર ગુજરાતમાં રહેતા સમસ્ત બ્રહ્મ
સમાજના દીકરા- દીકરીઓ અમદાવાદમાં રહીને સુરક્ષિત આવાસ , પોષ્ટિક આહાર અને ઉત્તમ અભ્યાસની સુવિધા મેળવી શકે એવું બ્રહ્મ સમાજનું વરસો જૂનું સ્વપ્ન હવે સાકાર થશે.
જાણીતા હાસ્યકલાકાર, લેખક અને ઉમદા સમાજસેવક ૨૦૨૪ માં મહામહીમ રાષ્ટ્રપતિ દ્રારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત બ્રહ્મરત્ન ડો. જગદીશ ત્રિવેદીએ આશરે ૭૫ કરોડના ખર્ચે અત્યંત આધુનિક બ્રહ્મ ભવન બનાવવાનું બીડું ઝડપ્યું છે.
એટલું જ નહીં પરંતુ આગામી તા.૨૬/૧૧/૨૦૨૬ ગુરુવારે સાંજે આ નિર્માણાધીન ભવનની જમીન માટે બહું મોટી જાહેરાત તેઓ કરવા જઈ રહ્યા છે.
પદ્મભૂષણ સ્વામી પૂજ્ય સચ્ચિદાનંદજી મહારાજ, અખિલ ભારત સાધુસમાજના પ્રમુખ પૂજ્ય મુક્તાનંદ બાપુ ચાંપરડાવાળા , તેમજ વિશ્વવંદનીય ભાગવતાચાર્ય પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા જેવા બ્રહ્મ કુળનાં સંતોએ આ માટે આશીર્વાદ પાઠવી માનદ સલાહકાર તરીકે સાથે રહેવાની સંમતિ આપી છે.
દેશ અને પરદેશનાં વિધવિધ ક્ષેત્રના બ્રહ્મ અગ્રણીઓએ આ ભવનના નિર્માણમાં પોતાનું યોગદાન આપવાની સ્વૈચ્છિક ઇચ્છા વ્યક્ત કરી છે.
જગદીશ ત્રિવેદીએ અમારા સંવાદદાતાને જણાવ્યું હતું કે એમણે આ ભવનમાં સૌ પ્રથમ એક કરોડ રુપિયાનું દાન જાહેર કર્યું છે અને એક એક કરોડના સાત દાતાઓ મળી ગયા છે તેમજ કુલ દાન દસ કરોડને પાર કરી ગયું છે. માત્ર બે વરસના ટૂંકા ગાળામાં દસ માળની અત્યંત આધુનિક ઈમારતનું નિર્માણ કરવાની નૈતિક જવાબદારી સાથે બ્રહ્મ આગેવાનો રાતદિવસ મહેનત કરી રહ્યા છે.
જગદીશ ત્રિવેદીની આગેવાનીમાં અમદાવાદમાં ૭૫ કરોડના ખર્ચે “બ્રહ્મ ભવન “ બનશે
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો)
AEO Verified
સમગ્ર ગુજરાતમાં રહેતા સમસ્ત બ્રહ્મસમાજના દીકરા- દીકરીઓ અમદાવાદમાં રહીને સુરક્ષિત આવાસ , પોષ્ટિક આહાર અને ઉત્તમ અભ્યાસની સુવિધા મેળવી શકે એવું બ્રહ્મ સમાજનું વરસો જૂનું સ્વપ્ન હવે સાકાર થશે.જાણીતા હાસ્યકલાકાર, લેખક અને ઉમદા સમાજસેવક ૨૦૨૪ માં મહામહીમ રાષ્ટ્રપતિ દ્રારા પદ...
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story: