શ્રી વરાહસ્વરૂપ પ્રાથમિક શાળા – અમરેલીના શિક્ષક સંજયભાઈ બારૈયા બાળકો માટે બન્યા દાનવીર કર્ણ

આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષક એ સમાજનું સૌથી આદર્શ પાત્ર છે. પરંતુ આ આદર્શ પાત્રની અંદર પણ આદર્શ પૂરો પાડવાનું બીડુ ઝડપ્યું છે શ્રી વારાહસ્વરૂપ પ્રાથમિક શાળામાં ફરજ બનાવતા શિક્ષક શ્રી સંજયભાઈ બારૈયાએ. તેમણે એક જ શૈક્ષણિક વર્ષમાં સતત ત્રીજી વખત શાળાના તમામ બાળકોને તદ્દન ફ્રીમાં યુનિફોર્મ વિતરણ કર્યું છે. જેમાં તેમણે દાતાશ્રીઓના સહયોગથી અંદાજે બાળકોને રૂપિયા 6 લાખના યુનિફોર્મનું વિતરણ કર્યું છે. તેવો શાળામાં જોડાયા અને તેમણે જોયું કે આ વિસ્તારમાં વાલીઓ પાસે રોજગારની કોઈ મોટી તક નથી, ત્યારે સ્વાભાવિક છે કે શાળામાં આવતું બાળક સ્વચ્છ અને સુઘડ કપડાં સાથે આવશે તેવી અપેક્ષા ન રાખી જ શકાય. આ વાત સંજયભાઇને હૃદયસ્પર્શી બની ગઈ અને તેવી મક્કમ મને બાળકો માટે સતત દાતાશ્રીઓનો સહયોગ મેળવીને ક્યારેક લંચબોક્સ,કંપાસબોક્સ કે શિક્ષણની પ્રથમ જરૂરિયાત એવી પાટી લઈ આવે છે તો ક્યારેક બુક, પેન કે વોટરબેગ લઈ આવે છે. એ બધું તો ઠીક છે પરંતુ એક જ વર્ષમાં ત્રણ વખત ફ્રીમાં યુનિફોર્મ આપીને તેમણે જાણે ગામડાંની સૌથી અંતરિયાળ શાળાના બાળકોને શહેરની શાળાના બાળકોની હરોળમાં ઊભા રાખી દીધા છે; આવા શિક્ષકને વંદન છે. શાળા પરિવાર દ્વારા શિક્ષક શ્રી સંજયભાઈનું ખૂબ જ સારી રીતે અભિવાદન કરવામાં આવ્યું તથા તેઓ આવી જ રીતે ઉત્તમ કાર્ય કરતા રહે તથા તેમના ઉચ્ચ શિક્ષક હ્રદયના વિચારો બાળકોમાં, સમાજમાં તથા રાષ્ટ્રમાં ઉચ્ચ સ્થાન પામે તેવી શુભેચ્છા પાઠવે છે.
Recent Comments