ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે આજરોજ અમરેલી જિલ્લામાં સવારે ૭ વાગ્યાથી લોકશાહીના પર્વનો શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો છે. જિલ્લામાં કુલ ૦૬ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તથા કુલ ૧૧ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે મતદાન શરૂ છે.
અમરેલીના દેવરાજીયા મુકામે ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ સજોડે મતદાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં વધુમાં વધુ નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પાયા સમાન સ્થાનિક સ્વરાજ સંસ્થાઓને વધુ મજબૂત બનાવવા માટે રાજ્યમંત્રી શ્રી વેકરીયાએ નાગરિકોને અપીલ કરી હતી.
વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારો અને વૃદ્ધો માટે ખાસ વ્હીલચેર તેમજ અનુકૂળ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેથી તેઓ કોઈપણ અડચણ વિના પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે. ઉનાળાની ગરમ ઋતુને ધ્યાનમાં રાખીને મતદારો માટે મતદાન મથકોના સ્થળ પર પીવાના પાણીની જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે


















Recent Comments