Loading Date... Gold 24K: ₹89,003 | Silver 1kg: ₹105,010 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
પંચાયત નું પાણી ઉપસરપંચ ની વાડી એ જતું હતું તો તંત્ર શું મંજીરા વગાડતું હતું? અડતાળા ગામે પીવાના પાણીના પ્રશ્ને વિવાદ: વહીવટી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો

પંચાયત નું પાણી ઉપસરપંચ ની વાડી એ જતું હતું તો તંત્ર શું મંજીરા વગાડતું હતું? અડતાળા ગામે પીવાના પાણીના પ્રશ્ને વિવાદ: વહીવટી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો

પંચાયત નું પાણી ઉપસરપંચ ની વાડી એ જતું હતું તો તંત્ર શું મંજીરા વગાડતું હતું? અડતાળા ગામે પીવાના પાણીના પ્રશ્ને વિવાદ: વહીવટી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

લાઠી તાલુકાના અડતાળા ગામે પીવાના પાણીના મુદ્દે થયેલી તકરાર બાદ વહીવટી તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.લાઠી તાલુકા માં અનેક ગામો માં સ્થાનિક નેતા નેતિ ઓની દાદાગીરી વધી રહી છે અનેક ગામો સરકારી જમીનો ગૌચર અને પંચાયત ના વાહનો સિલકો સામાનો માલિકી સમાંતર વપરાશ વધી રહ્યો...

લાઠી તાલુકાના અડતાળા ગામે પીવાના પાણીના મુદ્દે થયેલી તકરાર બાદ વહીવટી તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.

લાઠી તાલુકા માં અનેક ગામો માં સ્થાનિક નેતા નેતિ ઓની દાદાગીરી વધી રહી છે અનેક ગામો સરકારી જમીનો ગૌચર અને પંચાયત ના વાહનો સિલકો સામાનો માલિકી સમાંતર વપરાશ વધી રહ્યો છે  ગામની જાહેર મિલકતો અને ગ્રામ પંચાયતની સંપત્તિનો ઉપયોગ કોઈ એક વ્યક્તિના અંગત હિત માટે થઈ રહ્યો હોવાના આક્ષેપો વચ્ચે તાલુકા વિકાસ અધિકારીની જવાબદારી સામે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે.ગ્રામ પંચાયતના બોરમાંથી લાંબા સમયથી ખેતીની જમીનમાં પાણી લઈ જવામાં આવતું હોવાના આક્ષેપો જો સાચા હોય તો આ બાબતે અત્યાર સુધી વહીવટી તંત્ર અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ શું કાર્યવાહી કરી છે? શું ગ્રામ પંચાયતની જાહેર સંપત્તિનો ઉપયોગ વ્યક્તિગત હિત માટે થઈ શકે? જાહેર હિતના પાણી પર કોઈ વ્યક્તિનો એકાધિકાર કેવી રીતે હોઈ શકે?લાઠી તાલુકા પંચાયત હેઠળની ગ્રામ પંચાયતોમાં ડેડસ્ટોક રજિસ્ટર, સ્ટોકની નોંધણી અને સ્ટોરકીપર જેવી વ્યવસ્થાઓની સ્થિતિ અંગે પણ તપાસ થવી જોઈએ. પંચાયતની સ્થાવર અને જંગમ મિલકતોનો હિસાબ અને તેનો ઉપયોગ પારદર્શક રીતે થાય છે કે નહીં તે પણ તપાસનો વિષય છે.આ ઉપરાંત, ગામના પાદરમાં ઉપસરપંચ દ્વારા બેફામ બોલચાલ, ધાકધમકી, હથિયાર સાથે જાહેરમાં પડકાર ફેંકવા અને મારામારી થયાના આક્ષેપો પણ ગંભીર છે. જો આ બાબતો સાચી હોય તો પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધી શું પગલાં લેવામાં આવ્યાં છે તે જાહેર થવું જોઈએ.દિવાળીના તહેવાર નિમિત્તે વતન આવેલા પરિવારો દ્વારા પીવાના પાણી અંગે કરવામાં આવેલી ફરિયાદો જો સાચી હોય તો તે અત્યંત ગંભીર બાબત છે. ગામના નાગરિકોને પીવાનું પાણી મેળવવા માટે પણ સંઘર્ષ કરવો પડે અને બીજી તરફ જાહેર બોરના પાણીનો ખેતીમાં ઉપયોગ થતો હોવાના આક્ષેપો થાય, તો જવાબદાર તંત્રએ તેનો ખુલાસો કરવો જ જોઈએ.તંત્ર સમક્ષ સીધા સવાલો:

  1. ગ્રામ પંચાયતના બોરના પાણીનો ઉપયોગ ખેતીમાં થતો હોવાના આક્ષેપોની તપાસ કેમ નથી થતી?
  2. પંચાયતની સ્થાવર અને જંગમ મિલકતોનો ડેડસ્ટોક રજિસ્ટર અને હિસાબ નિયમિત રીતે જળવાય છે કે નહીં?
  3. જાહેર સંપત્તિનો વ્યક્તિગત હિત માટે ઉપયોગ થતો હોય તો જવાબદારી કોની?
  4. ઉપસરપંચ સામે થયેલા ધાકધમકી અને મારામારીના આક્ષેપોમાં પોલીસ દ્વારા શું કાર્યવાહી થઈ?
  5. તાલુકા વિકાસ અધિકારી દ્વારા સમગ્ર મામલે સ્થળ તપાસ અને જવાબદારી નક્કી કરવાની કાર્યવાહી કેમ કરવામાં આવી નથી?                 હવે અડતાળા ગામના નાગરિકોને આશ્વાસન નહીં, પરંતુ પારદર્શક તપાસ અને જવાબદારી નક્કી થાય તેવી કાર્યવાહી જોઈએ.લોકોના પીવાના પાણીના અધિકાર, પંચાયતની જાહેર સંપત્તિ અને ગ્રામજનોની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ થવી જોઈએ નહીં.સવાલ એક જ છે: જાહેર સંપત્તિ જાહેર જનતા માટે છે કે પછી કોઈ વ્યક્તિના અંગત ઉપયોગ માટે?
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)