Loading Date... Gold 24K: ₹89,563 | Silver 1kg: ₹105,670 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS
ભાવનગર જિલ્લામાં યોગાસન સ્પર્ધાનું આયોજન, રાજ્ય યોગ બોર્ડ દ્વારા જિલ્લા, ઝોન અને રાજ્ય કક્ષાએ સ્પર્ધા યોજાશે

આ વર્ષે દિવાળીમાં અમરેલી જિલ્લાના ગામડાં કેમ રહ્યાં ખાલી? મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોની આર્થિક મુશ્કેલીઓએ ગામડાંની રોનક છીનવી!

આ વર્ષે દિવાળીમાં અમરેલી જિલ્લાના ગામડાં કેમ રહ્યાં ખાલી? મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોની આર્થિક મુશ્કેલીઓએ ગામડાંની રોનક છીનવી!
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

દિવાળી એટલે પ્રકાશનો પર્વ, ખુશીઓનો તહેવાર અને વતન સાથે લાગણીનો સંબંધ વધુ મજબૂત કરવાનો અવસર. દર વર્ષે દિવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજના તહેવારોમાં શહેરોમાં રોજગાર અને ધંધા માટે વસવાટ કરતા લોકો મોટી સંખ્યામાં પોતાના વતન એવા સૌરાષ્ટ્રનાં ગામડાંમાં આવતા હોય છે.

દિવાળી એટલે પ્રકાશનો પર્વ, ખુશીઓનો તહેવાર અને વતન સાથે લાગણીનો સંબંધ વધુ મજબૂત કરવાનો અવસર. દર વર્ષે દિવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજના તહેવારોમાં શહેરોમાં રોજગાર અને ધંધા માટે વસવાટ કરતા લોકો મોટી સંખ્યામાં પોતાના વતન એવા સૌરાષ્ટ્રનાં ગામડાંમાં આવતા હોય છે. દિવાળીના દિવસોમાં ગામડાંમાં ચારે તરફ રોનક જોવા મળતી હોય છે. વર્ષોથી બંધ પડેલા ઘરોમાં દીવા પ્રગટતા હોય છે, શેરીઓમાં બાળકોની કિલકિલાટ સંભળાતી હોય છે અને ગામડાંમાં જાણે ફરી એકવાર જીવ આવી જતો હોય છે. પરંતુ આ વર્ષે અમરેલી જિલ્લા સહિત સૌરાષ્ટ્રનાં અનેક ગામડાંમાં દિવાળીના તહેવારો દરમિયાન જોઈએ તેવી ચહલપહલ જોવા મળી નથી. અનેક ગામડાંઓમાં લોકોની પાંખી હાજરીને કારણે ગામડાં ખાલી ખાલી જોવા મળ્યાં હતાં.

આખરે આ વર્ષે દિવાળીમાં ગામડાંમાં લોકોની સંખ્યા કેમ ઘટી? શું મોંઘવારી અને આર્થિક સંકડામણની અસર તહેવારોની ખુશીઓ પર પણ પડી છે? આ અંગે ખડસલી ગામના સરપંચ ચેતન માલાણીએ પોતાની વાત રજૂ કરી હતી.

ખડસલી ગામના સરપંચ ચેતન માલાણીએ જણાવ્યું હતું કે, દર વર્ષે દિવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજ જેવા તહેવારોમાં શહેરોમાં રહેતા લોકો પોતાના વતન ગામડે આવતા હોય છે. જેના કારણે ગામડાંમાં ભારે રોનક જોવા મળે છે. દેશી ભાષામાં કહીએ તો ગામડાં લીલાંછમ બની જાય છે. પરંતુ ચાલુ વર્ષે ગામડાંમાં આવનારા લોકોની સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળી છે.

તેમણે જણાવ્યું કે, આ પાછળનું સૌથી મોટું કારણ આર્થિક સંકડામણ અને મોંઘવારી છે. શહેરોમાં પણ ધંધા-રોજગારની સ્થિતિ સારી નથી. બેરોજગારી વધી રહી છે અને અનેક લોકોના ધંધા-રોજગાર પર અસર પડી છે. બીજી તરફ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે પણ આ વર્ષ મુશ્કેલભર્યું રહ્યું છે. દુષ્કાળ જેવી પરિસ્થિતિ અને ખેતીમાં પૂરતું ઉત્પાદન ન મળવાને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ નબળી બની છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતો અને સામાન્ય પરિવારો માટે દિવાળી જેવા તહેવારોની ઉજવણી પણ મોંઘી બની છે.

આ ઉપરાંત વતન આવવા-જવાના મુસાફરી ખર્ચમાં પણ મોટો વધારો થયો છે. અગાઉ સુરતથી ગામડે આવવા માટે લક્ઝરી બસનું ભાડું અંદાજે 500થી 600 રૂપિયા હતું, જે હવે વધીને આશરે 1,500 રૂપિયા સુધી પહોંચી ગયું છે. એટલે કે મુસાફરી ખર્ચમાં બે થી ત્રણ ગણો વધારો થયો છે. પરિવારના ચારથી પાંચ સભ્યો ગામડે આવવા માંગે તો માત્ર મુસાફરી પાછળ જ હજારો રૂપિયા ખર્ચવા પડે છે. પરિણામે અનેક પરિવારો ઇચ્છા હોવા છતાં પોતાના વતન આવી શક્યા નથી.

ચેતન માલાણીએ વધુમાં જણાવ્યું કે, જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. દૂધ, ડુંગળી સહિતની વસ્તુઓ મોંઘી બની છે. વાહન લઈને ગામડે આવતા લોકો માટે સીએનજી સહિતના ઇંધણના વધતા ભાવ પણ વધારાનો ખર્ચ ઊભો કરી રહ્યા છે.

તેમણે સરકારની ખેડૂતોની આવક બમણી કરવાની વાતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ખેડૂતોની આવક વધવાને બદલે તેમની જાવક અને ખર્ચમાં વધારો થયો છે. ખેતીમાં ઉત્પાદન અને આવક ઘટી છે, જ્યારે ખર્ચ સતત વધી રહ્યો છે. ખેડૂતોની આર્થિક કમર ભાંગી રહી છે. બીજી તરફ શહેરોમાં રહેતા મધ્યમ વર્ગના પરિવારો માટે પણ ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે.

ગામડાંની ઘટતી રોનક ચિંતાનો વિષય

દિવાળી જેવા મોટા તહેવારમાં પણ ગામડાંમાં લોકોની હાજરી ઘટવી એ માત્ર તહેવારની ઉજવણીનો વિષય નથી, પરંતુ ગ્રામ્ય અર્થતંત્ર અને શહેરોમાં વસતા ગામડાના લોકોની આર્થિક સ્થિતિનો પણ ગંભીર સંકેત છે. એક સમયે દિવાળીમાં પરિવાર, સગાં-સંબંધીઓ અને મિત્રોથી ઉભરાતાં ગામડાં આજે આર્થિક મુશ્કેલીઓના કારણે ખાલી જોવા મળી રહ્યાં છે.

ખડસલી ગામના સરપંચ ચેતન માલાણીની વાત પરથી એક સવાલ ઊભો થાય છે કે જો આવી જ પરિસ્થિતિ રહી તો આગામી વર્ષોમાં ગામડાંની રોનક અને વતન સાથેનો લોકોનો સંબંધ કેવી રીતે જળવાઈ રહેશે?
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)