fbpx
અમરેલી

અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારા બાબત સમગ્ર જિલ્લામાં વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

કોરોનાની મહામારી વચ્ચે પણે પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહયો છે. કોરોના મહામારીની બીજી લહેરની અસર હેઠળ પ્રજાજનો જયારે ભારે આર્થિક સંકળામણ અનુભવી રહયા છે ત્યારે પેટ્રોલ–ડીઝલના ભાવમાં આવો ઐતિહાસીક વધારો અસહય છે. દેશના કેટલાક ભાગોમાં તો પેટ્રોલનો ભાવ રૂપિયા ૧૦૦ ની સપાટીને આંબી ગયો છે. છેલ્લા ૧૩ માસના સમયગાળા માં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે રૂા. રપ.૭ર અને રૂા. રર.૯૩ પ્રતિ લીટર ધરખમ વધારો કરવામાં આવ્યો છે અને માત્ર પ જ મહિના ગાળામાં કુલ ૪૩ વખત આવો ભાવ વધારો કરવામાં આવ્યો છે.

સસ્તુ પેટ્રોલ ડીઝલ અને કાળુ નાણું પરત લાવવાની ભ્રામકવાતો કરીને સતામાં આવેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર લોકોનું લોહી ચુસી રહી છે. અપુરતી આવકને કારણે ગરીબ અને મધ્યમ વર્ગ પોતાનો ઘરખર્ચ મહામહેનતે વેઠી રહયા છે. ત્યારે કેન્દ્રની આ આંધળી, મુંગી અને બહેરી સરકારને ઢંઢોળવા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દવારા સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયેલ. જે અનુસંધાને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણીના માર્ગદર્શન હેઠળ આજરોજ અમરેલી જિલ્લાના તાલુકા મથકે જિલ્લા કોંગ્રેસ સમિતિ, તાલુકા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિ દવારા વિરોધ પ્રદર્શન અને આવેદન પત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજાયો હતો.

અમરેલી શહેર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષભાઈ ભંડેરી, પ્રદેશ મહિલા મહામંત્રી શ્રીમતી હંસાબેન જોષી, પ્રદેશ યુથ કોંગ્રેસ મહામંત્રી સંદીપભાઈ ધાનાણી, લોકસરકાર ૬ન્ત્સન્ચાજ૬/ગ્:ત્સ સંદીપભાઈ પંડયા, નગરપાલિકા સદસ્ય પ્રહલાદભાઈ સોલંકી, અસરફભાઈ (ખનખન) રાઠોડ, હાર્દિકભાઈ કનાડા, પરવેઝભાઈ ચૌહાણ, કે.કે. વાળા, પ્રવિણભાઈ કમાણી, હરેશભાઈ અજાણી, હિતેષભાઈ માંજરીયા, જોરૂભાઈ વાળા વિગેરે કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.

ઉપરાંત બાબરા ખાતે જિલ્લા પંચાયત નેતા વિપક્ષ પ્રભાતભાઈ કોઠીવાળ અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ જસમતભાઈ ચોવટીયાની આગેવાનીમાં પેટ્રોલપંપ પર વિરોધ પ્રદર્શન યોજાયેલો હતો.

આ ઉપરાંત લીલીયા ખાતે તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખોડાભાઈ માલવીયા અને અગ્રણી કોંગ્રેસ કાર્યકરોએ ભાવ વધારો
પાછો ખેંચવા મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરેલ હતું. તેમજ સાવરકુંડલા ખાતે તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનુભાઈ ડાવરા, શહેર કોંગ્રેસ પ્રમુખ કિરીટભાઈ દવે, હસુભાઈ સુચક, હસુભાઈ બગડા અને અગ્રણી કોંગ્રેસ કાર્યકરો દવારા મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ હતું.

અચ્છે દિનના વાયદા સાથે વિકાસની વાતો કરતી કેન્દ્ર સરકારે સામાન્ય લોકોનું જીવન દોહૃલું બન્યુ છે ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દવારા લોકોના પ્રશ્નોને વાંચા આપવા આજરોજ સમગ્ર અમરેલી જીલ્લામાં વિરોધ પ્રદર્શન યોજાયેલ. તેમ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી જનકભાઈ પંડયાની અખબારી યાદી જણાવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/