fbpx
અમરેલી

સાવરકુંડલાના પિયાવાના લીસ્‍ટેડ પ્રોહી. બુટલેગર તથા હીસ્‍ટ્રીશીટર ઇસમને પોરબંદર જિલ્લા જેલ હવાલે કરાયો

                અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ દ્વારા અમરેલી જિલ્‍લામાં ગેરકાયદેસર દારૂ ગાળવાની, હેર-ફેર તથા વેચાણ સહિતની પ્રોહિબીશનની અસામાજિક પ્રવૃતિ કરતા ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા અને આવા ગુન્‍હેગારોને કાયદાનું ભાન થાય તેમજ જિલ્‍લામાં કાયદો અને વ્યવસ્‍થા સુદઢ બને, તે માટે પાસા-તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્‍વયે અમરેલી એલ.સી.બી.ના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ.શ્રી આર.કે.કરમટાનાઓએ લીસ્‍ટેડ પ્રોહી. બુટલેગર અને હીસ્‍ટ્રીશીટર સતિષ ઉર્ફે સતિયો કાળુભાઇ ચાવડા, ઉ.વ.૨૫, રહે. પિયાવા, તા.સાવરકુંડલા, જિ.અમરેલી વિરૂધ્‍ધ પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્‍ત તૈયાર કરી, પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ મારફતે જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી અમરેલીનાઓ તરફ મોકલી આપેલ.

                 આવા દારૂના ધંધાર્થી ઇસમની સમાજ વિરોધી અસામાજિક પ્રવૃતિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં અમરેલી જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી ગૌરાંગ મકવાણા સાહેબ નાઓએ દારૂના ધંધાર્થી વિરૂધ્‍ધ પાસાનું વોરંટ ઇસ્‍યુ કરતાં, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના મુજબ અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ.શ્રી આર.કે.કરમટા તથા પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમે સતિષ ઉર્ફે સતિયો કાળુભાઇ ચાવડાને પાસા વોરંટની બજવણી કરી, સ્‍પેશ્‍યલ જેલ, પોરબંદર ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપવા તજવીજ કરેલ છે.  

] દારૂના ધંધાર્થી સતિષ ઉર્ફે સતિયો કાળુભાઇ ચાવડાનો ગુનાહિત ઇતિહાસઃ-       

સતિષ ઉર્ફ સતિયો કાળુભાઇ ચાવડા રહે.પિયાવા, તા.સાવરકુંડલા વાળો અમરેલી જિલ્‍લાનો લીસ્‍ટેડ પ્રોહી. બુટલેગર તથા હિસ્‍ટ્રીશીટર છે. તેના વિરૂધ્‍ધમાં છેલ્‍લા ત્રણ વર્ષમાં નીચે દર્શાવ્યા મુજબના ગુનાઓ નોંધાયેલ છે.

(૧) વંડા પો.સ્‍ટે. પ્રોહી. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૬૧૨૧૦૪૦૧/૨૦૨૨, પ્રોહી. કલમ ૬૫(એ) ૬૫(ઇ), ૧૧૬(બી), ૮૧.

(૨) વંડા પો.સ્‍ટે. પ્રોહી. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૬૧૨૧૦૪૦૯/૨૦૨૨, પ્રોહી. કલમ ૬૫(એ) ૬૫(ઇ), ૧૧૬(બી).

(૩) સાવરકુંડલા ટાઉન પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫૨૨૧૦૭૭૩/૨૦૨૧, પ્રોહી કલમ ૬૬(૧)બી.

(૪) વંડા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૧૧૧૯૩૦૬૧૨૦૦૪૯૧/૨૦૨૦, ઇ.પી.કો. કલમ ૩૯૨, ૫૦૪, તથા જી.પી.એકટ કલમ ૧૩૫.

(૫) સાવરકુંડલા રૂરલ પો.સ્‍ટે. ફ. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૩૨૦૦૪૫૬/૨૦૨૦, ઇ.પી.કો. કલમ ૨૧૨, ૧૨૦(બી), તથા પ્રોહી. કલમ ૬૬(૧)બી, ૮૫(૧), ૮૬, ૮૧, ૮૩, ૮૪, ૬૫(એ) તથા આર્મ્‍સ એકટ કલમ ૨૫(૧), ૨૫(૧)(બી)(એ), ૨૫(૬), ૨૫(૯), ૨૭(૨) તથા જી.પી.એકટ કલમ ૧૩૫.

(૬) સાવરકુંડલા રૂરલ પો.સ્‍ટે. ફ. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૩૨૦૦૪૦૪/૨૦૨૦, ઇ.પી.કો. કલમ ૩૦૭, ૧૨૦(બી), ૩૪, ૧૧૪, ૧૪૭, ૧૪૯, ૧૮૮, ૪૪૭, ૫૦૪, ૫૦૬(૨), તથા જી.પી.એકટ કલમ ૧૩૫.

(૭) સાવરકુંડલા રૂરલ પો.સ્‍ટે. ફ. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૩૨૦૦૦૩૩/૨૦૨૦, ઇ.પી.કો. કલમ ૪૪૭, ૩૨૯, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), તથા જી.પી.એકટ કલમ ૧૩૫.   

                આમ, દારૂના ધંધાર્થી અને પ્રોહિબીશનની પ્રવૃતિ કરતાં ઇસમ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી, જેલ હવાલે કરી, અસામાજિક પ્રવૃતિ કરતાં ઇસમો સામે ચેતવણીરૂપ કામગીરી કરેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/