fbpx
અમરેલી

મોટા સમઢીયાળા ગામે વૃધ્ધ દંપતીને માર મારી, વૃધ્ધાની હત્યા કરેલ તે અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓ પકડી પાડતી અમરેલી પોલીસ

ગુનાની વિગતઃ-    અમરેલી જિલ્લાના મોટા સમઢીયાળા ગામે ભરવાડપરા વિસ્‍તારમાં હરજીભાઇ હરીભાઇ શેલડીયા પોતાના પત્ની કમળાબેન સાથે એકલા રહેતા હતાં અને દુકાન ચલાવતા હતાં. ગઇ તા.૨૦/૦૭/૨૦૨૧ ના રાત્રે કલાક ૧૦/૩૦ થી તા.૨૧/૦૭/૨૦૨૨ ના કલાક ૭/૩૦ દરમ્યાન કોઇ પણ સમયે અજાણ્યા આરોપીઓએ હરજીભાઇના ઘરમાં ચોરી/લુંટ કરવાના ઇરાદે પ્રવેશ કરેલ, આ દરમિયાનમાં હરજીભાઇ તથા તેમના પત્ની કમળાબેન જાગી જતાં, આરોપીઓએ હરજીભાઇ તથા તેમના પત્નીને હથિયારો વડે માર મારી, જીવલેણ ઇજાઓ કરી, કમળાબેનનું સ્‍થળ પર મોત નિપજાવી, રોકડા રૂ.૧૦,૦૦૦/- તથા અન્ય ચીજવસ્‍તુઓની લુંટ કરી નાસી ગયેલ. જે અંગે હરજીભાઇના ભત્રીજા વિપુલભાઇ શ્રીકાંતભાઇ શેલડીયાએ અજાણ્યા આરોપીઓ વિરૂધ્‍ધ ફરિયાદ આપતાં ખાંભા પો.સ્‍ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૨૭૨૨૦૪૭૧/૨૦૨૨, આઇ.પી.સી.કલમ ૩૦૨, ૩૯૭, ૪૬૦, ૩૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો રજી. થયેલ.

આ બનાવમાં ઇજા પામનાર હરજીભાઇ હરીભાઇ શેલડીયાનાઓને પણ ગંભીર ઇજાઓ થયેલ હોય તેમને તાત્‍કાલીક વધુ સારવાર અર્થે રાજકોટ સ્‍ટર્લીંગ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ. ખુન જેવો ગંભીર બનાવ બનતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ગુનાવાળી જગ્યાએ પહોંચી ગયેલ અને તેમના માર્ગદર્શન હેઠળ આ ગુનાની તપાસ ખાંભા પો.સ્‍ટે.ના પો.સ.ઇ.શ્રી જે.પી.ગઢવીનાઓ દ્વારા હાથ ધરવામાં આવેલ.  ભાવનગર રેન્‍જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્‍જના જિલ્લાઓમાં બનતા ખુન, લુંટ જેવા ગંભીર અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ આ ખુન અને લુંટના ગુનાને અંજામ આપી, નાસી જનાર અજાણ્યા આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્‍ધ કાયદેસર કાર્યવાહી કરવા સાવરકુંડલા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે.જે.ચૌધરીનાઓના સુપરવિઝન હેઠળ અમરેલી એલ.સી.બી., એસ.ઓ.જી. તથા ખાંભા પોલીસ સ્‍ટેશનની જુદી જુદી ટીમો બનાવી, આરોપીઓને પકડી પાડવા માર્ગદર્શન આપેલ હતું.

અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એસ.ઓ.જી. પો.સ.ઇ.શ્રી પી.બી.લક્કડ તથા ખાંભા પો.સ્‍ટે.ના પો.સ.ઇ.શ્રી જે.પી.ગઢવી તથા તેમની પોલીસ ટીમો દ્વારા અજાણ્યા આરોપીઓ અંગે સઘન તપાસ કરવામાં આવેલ. શકદારોને ચેક કરવામાં આવેલ. ગુના વાળી જગ્યાની આજુબાજુમાં રહેતા રહીશો તથા મરણ જનાર અને ઇજા પામનારના સગા સબંધીઓની પુછપરછ કરી, આ ગુનો બનવા પાછળના કારણ અંગે તપાસ કરવામાં આવેલ. અંગત બાતમીદારો અને ટેકનીકલ સોર્સ દ્વારા આરોપીઓ અંગે તપાસ કરતાં, ઇજા પામનાર હરજીભાઇ શેલડીયા સાથે તકરાર થયેલ હોય તેવા ખેત મજુરી કરતા ઇસમો આ ગુનો બનેલ ત્યારથી નાસી ગયેલ હોવાનું જાણવા મળતાં તે દિશામાં તપાસ કરતાં સમઢીયાળા ગામની આજુ બાજુના ગામોની સીમ/વીડી વિસ્‍તારમાંથી ચાર ઇસમોને રાઉન્‍ડ અપ કરી તેમની સઘન પુછપરછ કરતાં તેઓએ આ ગુનાને અંજામ આપેલ હોવાની ચોંકાવનારી કબુલાત આપેલ હતી. 

પકડાયેલ આરોપીઓની વિગતઃ-      (૧) મંગાભાઇ સુરાભાઇ ચારોલીયા, ઉં.વ.૨૩, ધંધો-મજુરી, રહે.મોટા સમઢીયાળા (ઓઢાનુ), ૬૬ કે.વી.સબ સ્ટેશન પાસે, તા.ખાંભા, જિ.અમરેલી.(ર) ધારશી ઉર્ફે ડગી અબુભાઇ ચારોલીયા, ઉં.વ.૨૦, ધંધો.ખેત મજુરી, રહે.મોટા સમઢીયાળા, ૬૬ કે.વી. સબ સ્‍ટેશન પાસે, તા.ખાંભા, જિ.અમરેલી.(૩) સુરાભાઇ બાલાભાઇ ચારોલીયા, ઉં.વ.૫૩, ધંધો.મજુરી, રહે.મોટા સમઢીયાળા, તા.ખાંભા, જિ.અમરેલી(૪) બાવભાઇ અબુભાઇ ચારોલીયા, ઉં.વ.૧૯, ધંધો.મજુરી, રહે.મોટા સમઢીયાળા, તા.ખાંભા, જિ.અમરેલી.

( લુંટમાં ગયેલ મુદ્દામાલઃ-(૧) ઘરમાંથી રોકડા રૂ.૧૦,૦૦૦/- (ર) મંગળસુત્ર નંગ-૧(૩) છડાં જોડી-૧(૪) પીળી ધાતુની બંગડીઓ- ૧૦(૫) દુકાનમાંથી પરચુરણ ચલણી નોટ તથા સિક્કાઓ 
( આરોપીઓ પાસેથી રીકવર કરેલ મુદ્દામાલઃ-(૧) રોકડા રૂ.૫,૦૦૦/- (ર) મંગળસુત્ર નંગ-૧(૩) છડાં જોડી-૧(૪) પીળી ધાતુની બંગડીઓ- ૫(૫) દુકાનમાંથી ગયેલ ચલણી નોટ મળી રૂ.૭૭૦/- તથા ચલણી સિક્કા ૫૮૮
( ગુનાને અંજામ આપવા આરોપીઓએ ઉપયોગ કરેલ હથિયારોઃ- (૧) કુહાડી – મંગા સુરા ચારોલીયા(ર) લોખંડનો પાવડો – ધારશી ઉર્ફે ડગી અબુભાઇ ચારોલીયા(૩) લોખંડનો પાઇપ – સુરા બાલા ચારોલીયા(૪) લોખંડનો પાઇપ – બાવ અબુ ચારોલીયા


ગુનો બનવા પાછળનું કારણ અને હેતુઃ- (૧) ઇજા પામનાર હરજીભાઇને તેમનું મોટર સાયકલ વેચવાનું હોય જે મોટર સાયકલ આરોપી મંગા સુરા ચારોલીયાને લેવું હોય જેથી તા.૨૦/૦૭/૨૦૨૨ ના રોજ મંગા સુરા ચારોલીયા રૂ.૧૩૦૦૦/- લઇને હરજીભાઇની દુકાને ગયેલ પરંતુ હરજીભાઇએ તેને મોટર સાયકલ વેચવાની ના પાડેલ અને આ બાબતે આ બંને વચ્ચે ઝઘડો થયેલ અને હરજીભાઇએ મંગા સુરા ચારોલીયાને બે લાફા મારી લીધેલ હતા. (ર) આશરે ત્રણેક મહિના પહેલા ઇજા પામનાર હરજીભાઇ સાથે ધારશી ઉર્ફે ડગી અબુભાઇ ચારોલીયાને ઝઘડો થયેલ હતો ત્યારે હરજીભાઇએ ધારશી ઉર્ફે ડગીને માર મારેલ હતો.         

ઉપરોક્ત બંને આરોપીઓને માર મારેલ હોવાથી બંને આરોપીઓને ઇજા પામનાર સાથે બદલો લેવો હોય જેમાં અન્ય બે આરોપીઓ પણ જોડાયેલ અને હરજીભાઇને માર મારવા તથા તેમના ઘરેથી જે માલ મિલકત મળે તે લઇ લેવા ચારેય આરોપીઓ રાત્રે હરજીભાઇના ઘરે ગયેલ હતા.( પકડાયેલ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસઃ- (૧) આરોપી મંગાભાઇ સુરાભાઇ ચારોલીયા વિરૂધ્‍ધ નોંધાયેલ ગુનાઓઃ-(૧) ખાંભા પો.સ્‍ટે. સે.ગુ.ર.નં.૫/૨૦૧૯, ઇ.પી.કો. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(ર), ૧૧૪, જી.પી.એક્ટ કલમ ૧૩૫(ર) ખાંભા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૧૧૯૩૦૨૭૨૨૨૦૦૬૭/૨૦૨૨, પ્રોહી એક્ટ કલમ ૬૬(૧)(બી)(ર) આરોપી સુરાભાઇ બાલાભાઇ ચારોલીયા વિરૂધ્‍ધ નોંધાયેલ ગુનાઓઃ- (૧) ખાંભા પો.સ્‍ટે. સે.ગુ.ર.નં. ૨૮/૨૦૧૭, જુગાર ધારા કલમ ૧૨(ર) ખાંભા પો.સ્‍ટે. નો.કો.નં. ૦૫/૨૦૨૦, ઇ.પી.કો. કલમ ૩૨૩, ૫૦૪, ૧૧૪(૩) ખાંભા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૧૧૯૩૦૨૭૨૦૦૮૭૨/૨૦૨૦, પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(એ)(૪) ખાંભા પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૧૧૯૩૦૨૭૨૨૦૯૨૯/૨૦૨૨, પ્રોહી એક્ટ કલમ ૬૫(એફ)(૫) ખાંભા પો.સ્‍ટે. સે.ગુ.ર.નં. ૧૧૧૯૩૦૨૭૨૨૦૪૨૪/૨૦૨૨, જુગાર ધારા કલમ ૧૨ 

( પકડાયેલ આરોપીઓની પુછપરછ દરમિયાન ખુલવા પામેલ હકીકતઃ- આરોપીઓ મંગા સુરા ચારોલીયા અને ધારશી ઉર્ફે ડગી અબુ ચારોલીયાને હરજીભાઇ શેલડીયા સાથે અગાઉ ઝઘડો થયેલ હોય જેનું મનદુઃખ રાખી આ બંનેએ રાત્રિના સમયે આ હરજીભાઇના ઘરે જઇ તેને માર મારવાનું નક્કી કરેલ હતું અને ચારેય આરોપીઓ હરજીભાઇને માર મારવાનો સમાન ઇરાદો પાર પાડવા તા.૨૦/૦૭/૨૦૨૨ ના રોજ રાત્રે હરજીભાઇ શેલડીયાના ઘરે ગયેલ હતાં અને મંગા સુરા ચારોલીયાએ અગાઉથી જ કુહાડી પોતાની સાથે લઇ લીધેલ હતી. 

હરજીભાઇ શેલડીયાના ઘરમાં તથા આજુબાજુના ઘરમાં બધા સુઇ ગયેલ હતા. હરજીભાઇના ઘરના ડેલાની બાજુમાંથી ફરજાના નળીયા ઉપર ચડાય તેમ હોય જેથી અન્ય આરોપીઓએ નીચેથી ટેકો કરી ધારશી ઉર્ફે ડગીને ઉપર ચડાવેલ જેથી આ ડગી નળીયા ઉપર થઇને ધાબા ઉપરથી અંદર ગયેલ અને અંદરથી ડેલો ખોલેલ હતો. આરોપીઓ સુરા બાલા ચારોલીયા તથા બાવ અબુ ચારોલીયા બન્ને બહાર ધ્યાન રાખવા માટે ઉભા રહેલ હતા અને મંગો તથા ધારશી ઉર્ફે ડગી બન્ને હરજીભાઇના ઘરની અંદર ગયેલ અને ધારશી ઉર્ફે ડગીએ ત્યાં ફળીયામાંથી લોખંડના પાવડો લીધેલ અને હરજીભાઇના ઘરના દરવાજે જઇ દરવાજાને ધક્કો મારતા દરવાજો ખુલ્લો હોય અને રૂમમાં હરજીભાઇ તથા તેના પત્ની કમળાબેન બન્ને સુતેલા હતાં. 

આ વખતે અવાજ થતાં હરજીભાઇ જાગી જતા ડગીએ તેની પાસે રહેલ લોખંડના પાવડાથી બે-ત્રણ ધા હરજીભાઇના માથાના ભાગે મારેલ જેથી તે પડી ગયેલ અને વધુ અવાજ થતા કમળાબેન પણ જાગી ગયેલ જેથી મંગા સુરા ચારોલીયાએ તેને કુહાડીની મુંઘરાટીનો એક ઘા માથાના ભાગે મારેલ અને ડગીએ તેની પાસે રહેલ લોખંડના પાવડાના બે-ત્રણ ઘા માથામાં મારતા કમળાબેન પણ પડી ગયેલ અને બન્નેને લોહી નીકળવા લાગેલ.બાદ આ બંન્ને આરોપીઓએ ચોરી કરવા માટે હરજીભાઇના ઘરમાં રહેલ કબાટ ખોલતાં લોક મારેલ નહી હોવાથી કબાટ ખુલી ગયેલ અને કબાટમાં રહેલ સામાન બહાર કાઢી કબાટમાં જોતા દસ જેટલી પીળી ધાતુની બંગડીઓ, મંગળસુત્ર, છડાં જોડી-૧ તથા રોકડા રૂ.૧૦૦૦૦/- મળેલ તે આરોપીઓએ લઇ લીધેલ.

બાદ આરોપીઓએ હરજીભાઇના ઘરમાં તથા દુકાનમાં મિલકત અંગે શોધખોળ કરી, દુકાનમાંથી પરચુરણ સિવાય બીજું કંઇ હાથ નહીં લાગતાં આરોપીઓ પોત-પોતાના ઘરે જતા રહેલ અને બાદમાં પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ થતાં આરોપીઓ નાસી ગયેલ અને સીમ વિસ્‍તારમાં નાસતા ફરતા હતાં.આ કામના ચાર આરોપીઓ પૈકી મંગા સુરા, સુરા બાલા અને બાવ અબુ એમ ત્રણ આરોપીઓની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે અને એક આરોપી ધારશી ઉર્ફે ડગી અબુ હાલ સારવાર હેઠળ હોય, તે હોસ્‍પિટલમાંથી ડીસ્‍ચાર્જ થયે તેની ધરપકડ કરવામાં આવશે. 

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને સાવરકુંડલા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે.જે.ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ.શ્રી આર.કે.કરમટા તથા એસ.ઓ.જી. પો.સ.ઇ.શ્રી પી.બી.લક્કડ તથા ખાંભા પો.સ.ઇ.શ્રી જે.પી.ગઢવી તથા એલ.સી.બી., એસ.ઓ.જી. અને ખાંભા પોલીસ સ્‍ટેશનની ટીમ દ્વારા કરવામાં આવેલ છે.   

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/