fbpx
અમરેલી

આવતી ૧ લી જાન્યુઆરીથી રાજ્ય સરકારના સહયોગથી સુરતથી અમરેલી હવાઈસેવાનો શુભારંભ

ઉડ્ડયન મંત્રીશ્રીના હસ્તે સુરતથી અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને અમરેલી સુધીની હવાઈસેવા ખુલ્લી મુકાશે

વિમાન ૯ પેસેન્જર અને ૨ પાઈલોટ સાથે ઉડાન ભરશે : સુરતથી અમરેલી ૪૫ મિનિટમાં પહોંચાડશે : ટિકિટદર રૂ. ૧૯૯૯/-

ઉડ્ડયન મંત્રી શ્રી પૂર્ણેશભાઈના હસ્તે આગામી તા.૧લી જાન્યુ.-૨૦૨૨એ સુરત એરપોર્ટથી વેન્ચુરા એરકનેક્ટની આંતરરાજ્ય હવાઈ સેવાઓનો શુભારંભ કરવામાં આવશે. આ પ્રકલ્પના આરંભ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી દર્શનાબેન જરદોશ, ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, ઉડ્ડયન રાજ્યમંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણી, કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, શહેરી વિકાસ રાજ્યમંત્રીશ્રી વિનોદભાઈ મોરડીયા, ભાજપ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટિલ વિશેષ ઉપસ્થિત રહેશે.

આંતરરાજ્ય હવાઈ સેવા પૂરી પાડનાર સુરતની એરલાઈન્સ કંપની વેન્ચુરા એરકનેક્ટ લિ.તા.૧ જાન્યુ.૨૦૨૨ થી ૯ સીટર વિમાનો વડે સુરતથી અમદાવાદ, સુરતથી ભાવનગર, સુરતથી રાજકોટ અને સુરતથી અમરેલી; આ ૪ સેક્ટર પર દૈનિક ફ્લાઈટ શરૂ કરશે. રાજ્ય સરકાર દ્વારા એરલાઈન્સ કંપની વેન્ચુરા એરકનેકટ સાથે રાજ્યમાં વિવિધ શેહેરોને પરસ્પર હવાઈમાર્ગે જોડવા માટે કરાર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે પ્રારંભ થનાર આ હવાઈસેવા દુનિયામાં સૌથી સુરક્ષિત કેટેગરીમાં સામેલ એવા સેસના ગ્રાન્ડ કેરેવાન દ્વારા પૂરી પાડવામાં આવશે.

વેન્ચુરા દ્વારા વિમાન ૯ પેસેન્જર અને ૨ પાઈલોટ સાથે ઉડાન ભરશે અને સેકટર પ્રમાણે સુરતથી ભાવનગર ૩૦ મિનિટમાં, સુરતથી અમરેલી ૪૫ મિનિટમાં, સુરતથી અમદાવાદ ૬૦ મિનિટમાં અને સુરતથી રાજકોટ ૬૦ મિનિટમાં સફર પૂર્ણ થશે. રાજ્ય સરકારના સહયોગથી શરૂ થઈ રહેલી આ ઝડપી હવાઈસેવાનો ઈમરજન્સીના સમયે વૃદ્ધ-અશક્તો માટે તો ફાયદો થશે જ, સાથોસાથ ઉદ્યોગો, અને પ્રવાસનને પણ મોટો લાભ થશે. આ એરલાઈન્સનો તમામ વર્ગના લોકો લાભ લઈ શકે તે માટે પ્રારંભિક ધોરણે સંપૂર્ણ જાન્યુઆરી મહિના માટે તમામ સેકટર માટે એકસમાન રૂ. ૧૯૯૯ ટિકિટદર રાખવામાં આવ્યો છે. આમ,નવા વર્ષે ગુજરાતને નવી ઉડ્ડયન સેવાનો લાભ મળશે.

સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર યોજાનાર સમારોહમાં મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, રાજ્યના ઉડ્ડયન વિભાગ સચિવશ્રી શ્રી હારિત શુકલા, જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓક, સુરત એરપોર્ટ ડાયરેકટર શ્રીમતી અમન સૈની, કેપ્ટન શ્રી અજય ચૌહાણ CEO ગુજસેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/