fbpx
અમરેલી

અમરેલીના પ્રભારીમંત્રીની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

અમરેલી ક્લેક્ટર કચેરીના સભાખંડ ખાતે ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી આર. સી. મકવાણાની અધ્યક્ષતામાં અમરેલી જિલ્લા આયોજન મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં આયોજન હેઠળના કામો સમયબદ્ધ રીતે ગુણવત્તાયુક્ત અને જનસુવિધાલક્ષી થાય તે જોવા પ્રભારીમંત્રીશ્રીએ અમલીકરણ અધિકારીશ્રીઓને અનુરોધ કર્યો હતો. અમરેલી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે આયોજન મંડળ હેઠળ વર્ષ ૨૦૨૨-૨૩માં અંદાજીત રૂ. ૧૨.૫૦ કરોડના ખર્ચે ૫૬૮ જેટલા વિકાસ કાર્યો મંજુર કરવામાં આવ્યા હતા.

પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્યના છેવાડાના માનવીને રોડ-રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ અને વિજળી જેવી આંતર માળખાકિય સુવિધાઓ મળે તે રાજ્યના વિકાસ માટે પણ મહત્વપૂર્ણ બાબત છે. આખરે ગુજરાતના ગામડા સુખી અને સંપન્ન બને તો જ રાજ્ય અને દેશનો વિકાસ શક્ય બની શકે છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં અવિરત વિકાસ કાર્યો થયા છે. મંત્રીશ્રીએ પ્રત્યેક ગામોમાં સ્થાનિક કક્ષાએ પ્રાથમિકતા ધરાવતા લોક સુવિધાના હાથ ધરાયેલા કામો ઝડપથી પૂર્ણ કરવા તથા આયોજન મંડળમાં મંજૂર થયેલા કામોના પ્‍લાન એસ્‍ટીમેટ ટુંકસમયમાં રજૂ કરી, આ મંજૂર કામો નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું.

જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ મંજુર થયેલ કામો સત્વરે હાથ ધરી સમયમર્યાદામાં તે પૂર્ણ થાય તેની તકેદારી રાખવા તમામ અમલીકરણ અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી. જિલ્લા આયોજન અધિકારી શ્રી અમીનએ અમરેલી જિલ્લામાં આયોજન મંડળ હેઠળ વર્ષ ૨૦૨૨-૨૩માં હાથ ધરાનાર કામોની વિસ્તૃત વિગતો આપી હતી.

આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ સુશ્રી રેખાબેન મોવલિયા, ધારાસભ્ય સર્વ શ્રી પરેશભાઈ ધાનાણી, શ્રી વીરજીભાઈ ઠુંમ્મર, શ્રી પ્રતાપભાઈ દુધાત, શ્રી જે. વી. કાકડિયા, નાયબ વન સંરક્ષક સુશ્રી પ્રિયંકા ગેહલોત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી વિશાલ સક્સેના, તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, સભ્યશ્રીઓ સહિતના પદાધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/