fbpx
અમરેલી

અમરેલીના આંગણે ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત અમરેલીના લોકો માટે મેગા મ્યુઝિકલ ડ્રામા શો વીરાંજલીનું આયોજન કરવામાં આવ્યું

સંત શુરા અને ખમીરવંતાની ધરા એટલે અમરેલી. એ અમરેલીના આંગણે ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત અમરેલીના લોકો માટે મેગા મ્યુઝિકલ ડ્રામા શો વીરાંજલીનું આયોજન કરવામાં આવ્યું છે. 
શ્રી પ્રદીપસિંહ વાઘેલા પ્રેરિત વીરાંજલી શોનું લેખન કાર્ય પ્રસિદ્ધ લોક સાહિત્યકાર શ્રી સાંઈરામ દવેએ કર્યું છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આ શોને લોકોએ પ્રેમથી વધાવ્યો છે. આ શોનું આયોજન અમરેલીના આંગણે થાય એ જ અમરેલી માટે આનંદ અને ગૌરવની પળ છે. આ શો આગામી ૦૪ જૂન ૨૦૨૨ શનિવારના રોજ સાંજના ૦૮:૦૦ કલાકે કમાણી ફોરવર્ડ મેદાન અમરેલી ખાતે યોજાશે.
જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે આ શોનું પ્રથમ આયોજન અમદાવાદ ખાતે થયું ત્યારે મને ત્યાં હાજર રહેવાનું સદભાગ્ય મળ્યું હતું. આ પ્રકારનો શો ગુજરાતમાં પ્રથમ હશે. મ્યુઝિકલ ડ્રામા સાથે તૈયાર કરાયેલ આ શો વિવિધ ટેકનિકલ પાસાઓથી સજ્જ છે. રાષ્ટ્રભક્તિમાં તરબોળ અને શહીદ વીર ભગતસિંહ સુખદેવ અને રાજગુરૂના જીવન દર્શન કરવાનો અદ્ભુત અવસર એટલે વિરાંજલી. અમરેલીના આંગણે જ્યારે આ શોનું આયોજન થવા જઈ રહ્યું હોય ત્યારે અમરેલીની રાષ્ટ્રપ્રેમી જનતાને આ શો માણવા પધારે તેવી નમ્ર અરજ.
વધુમાં તેમણે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો આભાર માન્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/