fbpx
બોલિવૂડ

રાધિકા આપ્ટેની ન્યૂડ સીન લીક થવાને કારણે ઘરમાં બંધ થઈ, કહ્યું- મારુ શોષણ થયુ

બૉલિવુડમાં પોતાની ઉત્કૃષ્ટ એક્ટિંગ સાથે રાધિકા આપ્ટે લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી ચૂકી છે. પરંતુ ઘણી વાર અભિનેત્રીને મોટી કૉન્ટ્રોવર્સીનો પણ સામનો કરવો પડ્યો છે. રાધિકા આપ્ટે હિંદી સિનેમામાં પોતાની બોલ્ડ છબી માટે પણ જાણીતી છે. એવામાં એક વાર પોતાની ફિલ્મનો ન્યૂડ સીન લીક થવાને કારણે રાધિકા આપ્ટેએ ખુદને ઘણા દિવસો સુધી ઘરમાં બંધ કરી દીધી હતી. તમને જણાવી દઈએ કે રાધિકા આપ્ટે રક્ત ચરિત્ર, શોર ઈન ધ સિટી, માંઝી ધ માઉન્ટમેન, બદલાપુર અને હંટર જેવી ચર્ચિત ફિલ્મોનો પ્રમુખ હિસ્સો રહી છે. હાલમાં જ તેણે એક કિસ્સો શેર કર્યો.
રાધિકાએ પોતાના જૂના વીડિયો વિશે કહ્યું, જ્યારે હું ક્લીન શેવનનુ શૂટિંગ કરી રહી હતી ત્યારે મારી એક ન્યૂડ ક્લિપ લીક થઈ ગઈ હતી. તેનો ન્યૂડ સીન લીક થઈ ગયો હતો અને તેણે ખુદને ઘરમાં બંધ કરી લીધી હતી. રાધિકા આપ્ટેએ પોતાના આ ચાર વર્ષ જૂના વીડિયો વિશે વાત કરી છે. રાધિકા આપ્ટેએ કહ્યું, લીક થયા બાદ હું ચાર દિવસ સુધી ઘરમાંથી બહાર નહોતી નીકળી. રાધિકાએ જણાવ્યું, કેવી રીતે તેને લાગ્યુ કે રામગોપાલ વર્માની ફિલ્મ રક્ત ચરિત્રના સેટ પર તેનુ શોષણ થયુ.
તેણે આગળ કહ્યું, મને એ સીન માટે સો.મીડિયા પર જાેરદાર ટ્રોલ કરવામાં આવી. જેના કારણે થયુ એવુ કે હું ચાર દિવસ સુધી ઘરમાંથી બહાર નીકળી શકી નહિ.
રાધિકાએ કહ્યું, મીડિયા જ મારા વિશે લખી રહ્યા હતા એટલુ નહિ મારા ડ્રાઈવર, વૉચમેન અને સ્ટાઈલિસ્ટના ડ્રાઈવર મને વીડિયો ક્લિપ અને વાયરલ ફોટાથી ઓળખવા લાગ્યા હતા. આ હચમચાવી દેતી ઘટના હતી. મારી પાસે તેને નજરઅંદાજ કરવા સિવાય કંઈ નહોતુ.
રાધિકાએ કહ્યું, પાર્ચ્ડ માટે કપડા કાઢ્યા ત્યારે લાગ્યુ કે હવે છૂપાવવા માટે કંઈ બચ્યુ નથી. પહેલા હું ખુદ પોતાની બૉડી ઈમેજ સામે ઝઝૂમી રહી હતી. માટે ન્યૂડ સીન કરવો ડરામણો હતો.
રાધિકા આપ્ટેએ કહ્યું, રામગોપાલ વર્માની રક્ત ચરિત્ર સમયે મારુ શોષણ થયુ. મને વધુ પૈસા ન મળ્યા. મને કહેવામાં આવ્યુ કે તે મને તમિલ અને તેલુગુ ફિલ્મ આપશે. ફિલ્મનુ શૂટિંગ ટાઈમે થયુ નહિ. સેટ પર લાંબા સમય સુધી મારો ટાઈમ અને ટેલેન્ટ જાેવા નહોતો આવી રહ્યો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/