fbpx
બોલિવૂડ

એક્ટ્રેસ દિશા પરમારનું સસુરાલમાં ફૂલની પાંખડીઓ વરસાવીને કર્યું સ્વાગત

બિગ બોસ ૧૪ ફેમ-સિંગર રાહુલ વૈદ્ય અને એક્ટ્રેસ દિશા પરમાર, કે જેમણેો મુંબઈની ફાઈવ સ્ટાર હોટેલમાં લગ્ન કર્યા હતા તેમણે તેમની દરેક સેરેમનીમાં ધમાલ મચાવી દીધી હતી. દરેક વેડિંગ સેરેમની ખતમ થઈ ગઈ છે ત્યારે રાહુલની દુલ્હનિયા દિશાનું ‘વૈદ્ય હાઉસ’માં ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. લગ્નમાંથી તેના હેપ્પી ક્ષણોની તસવીરો અને વીડિયો શેર કરનાર એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર તેના ગૃહ પ્રવેશનો વીડિયો પણ શેર કર્યો છે.

દિશા પરમારે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેના ગૃહ પ્રવેશના કેટલાક વીડિયો શેર કર્યા છે. એક્ટ્રેસને લાલ કલરના ડ્રેસમાં જાેઈ શકાય છે. લાલ ડ્રેસ, ગળામાં મંગળસૂત્ર, કપાળમાં સિંદૂર અને હાથમાં મહેંદી…ટૂંકમાં દિશા પ્રીટિ લાગી રહી હતી. રાહુલની મમ્મી અને દિશાના સાસુએ તેનું ફૂલની પાંખડીઓ વરસાવીને સ્વાગત કર્યું હતું. રાહુલની મમ્મીએ નવદંપતીને સૌથી પહેલા કપાળમાં ચાંદલો કર્યો હતો અને નજર ઉતારી હતી. બાદમાં આરતી પણ ઉતારવામાં આવી હતી. દિશાએ ચોખા ભરેલો કળશ ઢોળીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. સાસરામાં પ્રવેશવાની ખુશી દિશાના ચહેરા પર સ્પષ્ટ જાેવા મળી હતી.

દિશા અને રાહુલના વેડિંગ ફંક્શનની શરૂઆત ૧૫મી જુલાઈએ હલ્દી અને મહેંદી સેરેમની સાથે થઈ હતી. બધાથી અલગ, કપલે તેમની સંગીત સેરેમની લગ્ન બાદ રાખી હતી. કારણ કે, તેઓ આ સેરેમનીને મન ભરીને માણવા માગતા હતા. રાહુલના મિત્ર અલી ગોની અને અન્યએ સંગીતમાં મન ભરીને ડાન્સ કર્યો હતો. ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના કેટલાક જાણીતા ચહેરા અને બિગ બોસ ૧૪ના કન્ટેસ્ટન્ટ્‌સ રાખી સાવંત. પવિત્રા પુણિયા, એજાઝ ખાન, વિકાસ ગુપ્તા, વિંદુ દારા સિંહ, સોનાલી ફોગટ, અલી ગોની, જાસ્મિન ભસીન સહિતના સેલેબ્સ પણ આ સેરેમનીમાં જાેડાયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/