fbpx
બોલિવૂડ

સિદ્ધૂ મૂસેવાલા પછી અન્ય એક પંજાબી સિંગર પર થયો હુમલો, શેર કર્યો હની સિંહે ફોટો

પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેલવાલાની હત્યાએ પંજાબી ઈન્ડસ્ટ્રીને હલાવી દીધી છે. તેમના મૃત્યુ પછી સમગ્ર મ્યુઝીક ઈન્ડસ્ટ્રીમાં શોક હતો. હજી તો સિદ્ધૂના મોતનું જખ્મ રુંઝાયું નથી ત્યાં વધુ એક પંજાબી સિંગર પર હુમલો થયો છે. રેપર હની સિંહે સિંગર અલ્ફાજનો ફોટો શેર કરીને આ દુઃખદ સમાચાર આપ્યા છે. હની સિંહે અલ્ફાજનો ફોટ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ ફોટામાં અલ્ફાજને હોસ્પિટલના બેડમાં જાેઈ શકાય છે. તેના માથા પર સખ્ત ઈજા થઈ છે. તેનો એક હાથ તકિયા પર મુકેલો દેખાય છે. આ તસ્વીર પરથી એ વાત સ્પષ્ટ છે કે અલ્ફાજની સ્થિતિ ખૂબ ખરાબ છે. હનીએ કેપ્શનમાં લખ્યું કે ગત રાતે મારા ભાઈ અલ્ફાજ પર કોઈએ હુમલો કર્યો. જેણે પણ આ પ્લાન કર્યો હતો, તેને હું છોડીશ નહિ. તમે પ્લીઝ તેમના માટે દુઆ કરો. પંજાબી ઈન્ડસ્ટ્રીના ઘણા આર્ટિસ્ટ્‌સે અલ્ફાજ ઝડપથી સાજાે થાય તેવી પ્રાર્થના કરી છે. ફેન્સને આ સમાચાર ખૂબ જ ઝટકો લાગ્યો છે.

અલ્ફાજ પર હુમલો કરનાર વિશે હજી ખ્યાલ આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે ફેમસ પંજાબી સિંગર છે. આ સિવાય તે એક્ટર, મોડલ અને રાઈટર પણ છે. તેમનું સાચું નામ અનંજાેત સિંહ પન્નૂ છે. અલ્ફાજનો જન્મ ચંદીગઢમાં થયો હતો. તેમણે પંજાબી ગીત હાય મેરા દિલથી ૨૦૧૧માં સિંગિંગમાં ડેબ્યૂ કર્યું હતું. આ સિવાય બોલીવૂડમાં તેમણે બર્થડે બેશ ગીત ગાયું હતું. ફિલ્મોમાં અલ્ફાજ વર્ષ ૨૦૧૩માં જાેવા મળ્યો હતો. તેમની પ્રથમ ફિલ્મ જટ્ટ એરવેઝ હતી. એમ કહેવાય છે કે ૧૪ વર્ષની ઉંમરમાં અલ્ફાજે ગીતો લખવાનું શરૂ કર્યું હતું.

તેમણે પોતાનું પ્રથમ ગીત પોતાની ક્રશથી પ્રેરિત થઈને લખ્યું હતું. ધો.૧૨માં પહોંચ્યા પછી તેમણે કોલ સેન્ટરમાં નોકરી કરવાનું શરૂ કર્યું હતું. સાથે જ તે સ્કુલ અને કોલેજમાં ભાગડા ક્લાસ આપતા હતા. તે સમયે તેમની સેલેરી ૨૫ હજાર રૂપિયા હતી. અલ્ફાજને બાળપણમાં લિરિકલ માસ્ટરના નામથી પણ ઓળખવામાં આવતા હતા. એમ કહેવાય છે કે તે પોતાની જિંદગીથી પ્રેરિત થઈને ગીતો લખે છે. સિદ્ધૂ મૂસેવાલાની વાત કરીએ તો ફેમસ પંજાબી સિંગર અને રેપર હતા. ૨૯ મેના રોજ સિદ્ધૂ મૂસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ મામલામાં ગેંગસ્ટર લોરેંસ બિશ્નોઈનું નામ આવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/