fbpx
ગુજરાત

ગુજરાત કરતાં અન્ય રાજ્યની માથાદીઠ આવક વધુ કેમ?

રાજ્યમાં સૌથી વધુ સંસાધનો નાગરિકો માટે પૂરાં પડાતાં હોવા છતાં આંકડાકીય વાસ્તવિકતા અલગ છે. રાજ્યના નાગરિકોની મહિને સરેરાશ આવક ૧૭ હજાર ૮૨૮ રૂપિયા જેટલી થવા જાય છે. રાજ્ય સરકાર દ્વારા મહત્તમ રોકાણ, અનેક યોજનાઓ, વાઈબ્રન્ટ સમિટ જેવી ધરખમ મૂડીરોકાણ અને રોજગાર આપતી ઈવેન્ટ, અબજાે રૂપિયાની સિંચાઈ યોજનાઓ જાહેર કરવામાં આવે છે છતાં અનેક રાજ્યના નાગરિકની વધુ આવક જાહેર થઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલી માહિતી મુજબ ગુજરાતના નાગરિકની વાર્ષિક માથાદીઠ આવક છે એના કરતાં અન્ય નાનાં-મોટાં રાજ્યો વધુ આગળ છે.રાજ્યસભામાં વિવિધ રાજ્યના નાગરિકોની માથાદીઠ આવકમાં મોટો તફાવત અને છેલ્લાં ત્રણ વર્ષની માથાદીઠ આવક અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો, જેના જવાબમાં કેન્દ્ર સરકારમાં રાજ્યકક્ષાના આયોજનમંત્રી રાવ ઈન્દ્રજિત સિંઘ દ્રારા જણાવાયું હતું કેરાજ્યદીઠ માથાદીઠ આવક નેટ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ તરીકે વર્તમાન કિંમત અને આધાર વર્ષને ધ્યાનમાં રાખીને ગણવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખતાં અનેક યોજનાઓ ચલાવાય છે અને નીતિઓ બનાવીને ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં માથાદીઠ આવક વધે એ માટે નીતિઓનો અમલ કરાય છે. બીજી તરફ, ગુજરાત તમામ ક્ષેત્રે નંબરવન હોવાનો અને ઔદ્યોગિક રીતે સૌથી વધુ રોકાણ આવતાં મોખરાનાં રાજ્યમાં હોવાનો રાજ્ય સરકાર દ્વારા દાવો કરવામાં આવે છે.ગુજરાતમાં દેશના ગ્રોથ એન્જિન તરીકે અને સૌથી વધુ વિદેશી રોકાણ થતું હોવાનો સરકાર દ્વારા અવારનવાર દાવો કરવામાં આવે છે, પરંતુ રાજ્યના નાગરિકની સરેરાશ માથાદીઠ આવક અન્ય કેટલાંક રાજ્ય કરતાં ઓછી હોવાની માહિતી રાજ્યસભામાં અપાઈ છે. એ મુજબ ગુજરાતમાં ૨૦૧૯-૨૦ના વર્ષમાં વાર્ષિક માથાદીઠ આવક ૨ લાખ ૧૩ હજાર ૯૩૬ હતી. એની સામે ગોવામાં ૪ લાખ ૩૫ હજાર ૯૬૯, હરિયાણાની ૨ લાખ ૪૭ હજાર ૬૨૮ અને દિલ્હીમાં માથાદીઠ આવક ૩ લાખ ૭૬ હજાર ૨૨૧ની છે. જ્યારે ૨૦૧૮-૧૯માં પણ ગુજરાત કરતાં અન્ય રાજ્યની માથાદીઠ આવક વધુ હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/