fbpx
રાષ્ટ્રીય

રાહુલ ગાંધીની વાયનાડ ઓફિસમાં SFIના કાર્યકર્તાઓએ કરેલી તોડફોડનો વીડિયો થયો વાઈરલ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની વાયનાડ ઓફિસમાં સ્ટુડેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના કાર્યકર્તાઓએ તોડફોડ કરી છે. તેમના તરફથી ઓફિસમાં હાજર સામાનને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. કોંગ્રેસ દાવો કરી રહી છે કે ઓફિસમાં કામ કરતા સ્ટાફને પણ ઇજા પહોંચી છે. જાણવવામાં આવી રહ્યું છે કે, જીહ્લૈં ના કાર્યકર્તા સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરામાં આપેલા ર્નિણયથી નાખુશ જાેવા મળી રહ્યા હતા, તેઓ આ મુદ્દા પર રાહુલ ગાંધીના વિચાર જાણવા માંગતા હતા જેમણે અત્યાર સુધી તેના પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ કારણથી આ પ્રદર્શન યોજવામાં આવ્યું અને જીહ્લૈં કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીની ઓફિસમાં તોડફોડ કરી. ઘટનાનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં કેટલાક પ્રદર્શનકારી ઓફિસની બારીમાંથી અંદર ઘુસવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક વીડિયોમાં પોલીસ પ્રદર્શનકારીઓની ઘટના સ્થળ પરથી અટકાયત કરતી જાેવા મળે છે. તમને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે પર્યાવરણને લઇને મોટો ર્નિણય આપ્યો હતો.

આ ર્નિણયમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, સંરક્ષિત વન, વન્યજીવ અભ્યારણ્યોની આસપાસના એક કિલોમીટરવાળો વિસ્તાર પર્યાવરણ સંવેદનશીલ ક્ષેત્રમાં રહે છે. ઈજીઢ ની જે પણ તમામ ગતિવિધિઓ થાય છે તેને નિયંત્રિત કરવા માટે સુપ્રીમ કોર્ટે આ ર્નિણય સંભળાવ્યો હતો. પરંતુ કેરળમાં વિવાદ આ વાતને લઇને થઈ રહ્યો છે જાે આ નિયમ ત્યાં ચુસ્તપણે અમલ કરવામાં આવે છે તો પર્યાવરણ-સંવેદનશીલ વિસ્તારમાં રહેતા લોકોનું શું થશે, તેઓ ક્યાં જશે? આ મુદ્દાને લઇને જીહ્લૈં ના કાર્યકર્તાઓએ વાયનાડમાં પ્રદર્શન કર્યું અને રાહુલ ગાંધીના વિચાર જાણવાનો પ્રયાસ કર્યો. જાેકે, અત્યાર સુધી આ મુદ્દા પર રાહુલ ગાંધીએ મીડિયા સાથે કોઈ વાત કરી નથી, પરંતુ તેમના તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં રાહુલ ગાંધીએ લખ્યું છે કે સુપ્રીમ કોર્ટના ર્નિણયના કારણે વાયનાડના સ્થાનિક લોકોની ચિંતા ઘણી વધી ગઈ છે. આ એક ર્નિણયના કારણે ખેતીથી લઇને અન્ય ગતિવિધિઓ પર ફર્ક પડવાનો છે. એવામાં તેમની તરફથી પીએમને અપિલ કરવામાં આવી છે કે પર્યાવરણની સાથે સાથે લોકોની સુવિધા અને તેમની આજીવિકાનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/