fbpx
ગુજરાત

સુરત દેશ ના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ ને RSS હેપ્પી મોર્નિંગ ક્લબ મેમ્બર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સહિત ની સંસ્થાઓ દ્વારા વિરપુત્રો ને પુરા અદબ થી પુષ્પાજંલી

સુરત શહેર માં વિવિધ સંસ્થાઓ દ્વારા પુરા અદબ થી પુષ્પાજંલી  રાષ્ટ્રીય ભાવના સાથે શ્રદ્ધાંજલી ભારત માતા ના વિર પુત્રો ને શત શત નમન કરતા પુષ્પાજંલી 
દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ શ્રી બિપીન રાવત તથા તેમના ધર્મપત્ની સહીત ૧૩ વીર જવાનો તમિલનાડુમાં વિમાન દુર્ઘટનામાં શહીદ થયા હતા, આ ઘટનાને સમગ્ર દેશમાં શોકતુર જોવા મળ્યો જે અંતગૅત તારીખ ૧૧/૧૨/૨૧ રોજ સવારે ૭-૦૦  કલાકે સુરત મોટા વરાછા લેક ગાર્ડન માં RSS ના સભ્યો, હેપ્પી મોર્નિંગ ક્લબના મેમ્બર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સભ્યો તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા રાષ્ટ્રીય ભાવના સાથે પુષ્પ અર્પણ કરાયા હતા અને પાંચ મિનીટ મોન પાળીને  સલામી સાથે ભારત માતા કી જયહિન્દ વન્દે માતરમ જય હિન્દના નારા સાથે શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી તેમજ સામાજીક કાર્યકર્તા સુરજભાઈ મિયાણી, ભાવિક બલર, નિકુલ  જીવાણી, મુકેશભાઈ,પુનિતભાઈ પરવડીયા,રાજુભાઈ દેસાઈ તેમજ મોહીત વઘાસીયા સહિત તમામ મિત્રોએ શ્રદ્ધાંજલિ આપી હતી દેશ ને ક્યારેય પુરી ન શકાય તેવી ખોટ પડી દેશ માટે સમર્પિત રાવત ને યુગો પર્યન્ત યાદ કરી શ્રદ્ધાંજલિ આપી હતી 

Follow Me:

Related Posts