દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇકો ની ચૂંટણી આજરોજ યોજાયેલ જેમાં ચેરમેન તરીકે દિલીપ સંઘાણી બીજી વખત બિનરીફ વરણી થયેલ છે
દિલ્હી ખાતે ઇકોના નવા બોર્ડની મીટીંગ આજે યોજાયેલ જેમાં ઇફકોના નવા ચેરમેન તરીકે બોર્ડ ઓફ ડાયરેક્ટર ની મિટિંગમાં સર્વાનુંમતે ચેરમેન તરીકે શ્રી દિલીપભાઈ સંઘાણી અને વાઇસ ચેરમેન તરીકે બલવીર સિંહની વરણી કરવામાં આવેલ માનનીય દિલીપભાઈ સંઘાણી નો પ્રસ્તાવ ઉત્તરાખંડના રાજ્યના ઇફ્કો ના ડિરેક્ટર ઉમેશ ત્રિપાઠી મુકેલ જ્યારે હરિયાણાના ડિરેક્ટર પ્રહલાદસિંહ તેમને ટેકો આપેલ એવી જ રીતે વાઇસ ચેરમેન તરીકે બલવીર સિંહ ના નામ માટે પંજાબના જગદીપસિંહ નકઈ પ્રસ્તાવ મુકેલ અને પ્રેમચંદ મુનશી એ તેમને ટેકો આપેલ.
શ્રી સંઘાણી એ જણાવેલ કે ઇફ્કો ના બોર્ડ ઓફ ડાયરેક્ટર એ મારા પર વિશ્વાસ દર્શાવવા બદલ હું તમામ બોર્ડ સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું, આવનારા સમયમાં નેનો યુરિયા અને ડ્રોન ના પગલે સહકારી ક્ષેત્રે એક નવી ઊંચાઈ પર લઈ જવા માટે ની નેમ એમને વ્યક્ત કરેલી હતી, ઇફકો દ્વારા નવી ટેકનોલોજીના માધ્યમથી નેનો યુરિયા અને નેનો ડીએપી વિશેની માહિતીનો પ્રચાર પ્રસાર કરી વધુમાં વધુ ખેડૂતોને ઉપયોગી થાય તે માટે પ્રયત્ન કરવામાં આવશે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી અને કેન્દ્રના ગૃહ અને સહકરિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ ના માર્ગદર્શન નીચે “સહકાર થી સમૃદ્ધિ” માટે જે સરકારનું વિઝન છે તેમાં આગળ વધવામાં આવશે તેવું સંઘાણી એ આજે ચેરમેન તરીકે ચૂંટાયા બાદ જણાવેલ હતું.
Recent Comments