fbpx
રાષ્ટ્રીય

PM મોદીની રશિયા મુલાકાત પર ત્રણ દેશોની નજર?..

સતત ત્રીજીવારની સરકાર રચ્યાં બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલ ૮ જુલાઈએ રશિયાની મુલાકાતે જશે. પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિનની આ મુલાકાત ભારત અને રશિયા વચ્ચેની દાયકાઓ જૂની મિત્રતાને વધુ એકવાર મ્હોર મારશે. હાલના વૈશ્વિક સમિકરણને ધ્યાને લઈને ઁસ્ મોદીની રશિયાની મુલાકાત ઉપર ચીન, પાકિસ્તાન અને અમેરિકા બાજ નજર રાખી રહ્યાં છે. પીએમ મોદી એકમાત્ર એવા નેતા છે જેમની અમેરિકા અને રશિયા બંને સાથે ગાઢ મિત્રતા છે, આવી સ્થિતિમાં આ પ્રવાસની વિશ્વ વ્યવસ્થા પર શું અસર પડશે, શું યુક્રેન યુદ્ધને લઈને રશિયાની રણનીતિ બદલાશે, રશિયા અને ભારત વચ્ચે કયા મુદ્દે થશે સમજૂતી કરાર તે જણાવીએ, પીએમ મોદીની આવતીકાલ સોમવારથી શરૂ થઈ રહેલ રશિયા મુલાકાત ૨ દિવસની છે. વડાપ્રધાન મોદી ૫ વર્ષ પછી રશિયા જઈ રહ્યા છે.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે પીએમ મોદીની મુલાકાતમાં ઘણા કરારો પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. આ સિવાય પીએમ મોદી રશિયામાં ભારતીય સમુદાયને પણ મળશે. આ પ્રવાસમાં ભારતને જીેં-૫૭ની ભેટ મળવા જઈ રહી છે. જ્યારે મેંગો શેલ્સ પર પણ અંતિમ તબક્કાની વાતચીત થઈ શકે છે. જેનાથી ભારતની સૈન્ય તાકાત વધશે અને વધુ શક્તિશાળી બનશે.

છેલ્લા ૧૦ વર્ષમાં પીએમ મોદીની રશિયાની આ છઠ્ઠી મુલાકાત હશે. આવતીકાલ ૮ થી ૯ જુલાઈના રોજ વડાપ્રધાન મોસ્કોમાં રશિયાની ર્વાષિક સમિટમાં ભાગ લેશે. અગાઉ, તેઓ ૪-૫ સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ રશિયા ગયા હતા. ૨૧ મે ૨૦૧૮ના રોજ બંને નેતાઓ વચ્ચે અનૌપચારિક શિખર બેઠક પણ યોજાઈ હતી. અગાઉ, બંને નેતાઓ ૩૧ જૂન ૨૦૧૭ના રોજ સેન્ટ પીટર્સબર્ગમાં આયોજિત ભારત-રશિયા સમિટમાં પણ મળ્યા હતા. આ સિવાય પીએમ મોદી ૨૦૧૫માં પણ બે વખત રશિયા ગયા હતા. રશિયા દ્વારા ભારતને છદ્ભ-૨૦૩ મેંગો શેલ્સ મળી શકે છે.

માનવામાં આવે છે કે પીએમ મોદીની મુલાકાત દરમિયાન ભારત અને રશિયા વચ્ચે ફાઈટર જેટ જીે-૫૭ માટે કરાર પર પણ હસ્તાક્ષર થઈ શકે છે. જો આમ થશે તો તે એક ક્રાંતિકારી પગલું હશે. જીે-૫૭ એ રશિયન એરફોર્સનું ફાઈટર જેટ છે. તેની વિશેષતા સ્ટીલ્થ ટેક્નોલોજી છે, એટલે કે તે રડાર દ્વારા પકડાતુ નથી. આ જેટમાં બે સુપરસોનિક સ્પીડ એન્જિન છે. એટલા માટે આ જેટ ૩,૫૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે. આ ફાઈટર જેટમાં દુનિયાની સૌથી એડવાન્સ એવિઓનિક્સ લગાવવામાં આવી છે. તે વિશ્વની સૌથી અદ્યતન રડાર સિસ્ટમથી પણ સજ્જ છે. એક ફાઈટર જેટની કિંમત ૫ હજાર કરોડ રૂપિયા સુધી અંદાજવામાં આવી છે. કારણ કે અત્યાર સુધી વિશ્વમાં માત્ર અમેરિકા, રશિયા અને ચીન પાસે જ આ ફાઈટર એરક્રાફ્‌ટ છે. હવે આ યાદીમાં ભારતનો સમાવેશ થશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/