fbpx
રાષ્ટ્રીય

કેનેડા બાદ હવે ભારતીય વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયાએ આંચકો આપ્યો

ઓસ્ટ્રેલિયામાં ઈમિગ્રેશનના રેકોર્ડ સ્તરને રોકવા માટે ભણવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ઓસ્ટ્રેલિયન સરકારએ જાહેરાત કરી કેનેડા બાદ હવે ઓસ્ટ્રેલિયાએ પણ વિદેશમાં ભણવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો આપ્યો છે. ઑસ્ટ્રેલિયાએ જાહેરાત કરી દીધી છે કે તે ૨૦૨૫માં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ૨.૭ લાખ સુધી મર્યાદિત કરશે. ઓસ્ટ્રેલિયામાં ઈમિગ્રેશનના રેકોર્ડ સ્તરને રોકવા માટે આ ર્નિણય લેવામાં આવ્યો છે, જેના કારણે ઘરના ભાડામાં ભારે વધારો થયો છે. ઓસ્ટ્રેલિયાના શિક્ષણ પ્રધાન જેસન ક્લેરે જણાવ્યું હતું કે આ શ્રેણીમાં ઉચ્ચ શિક્ષણ અભ્યાસક્રમો તેમજ વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે.

ઓસ્ટ્રેલિયન સરકારના આ પગલાંથી વિદેશ જવાની આશા રાખતા વિદ્યાર્થીઓ પર મોટી અસર પડશે. શિક્ષણ પ્રધાન જેસન ક્લેરે કહ્યું કે હાલમાં ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓમાં કોરોના રોગચાળા પહેલાંની તુલનામાં લગભગ ૧૦ ટકા વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ છે. ખાનગી વ્યાવસાયિક અને તાલીમ સંસ્થાઓમાં આ સંખ્યા ૫૦ ટકા વધુ છે. તાજેતરના સર્વેક્ષણોએ દર્શાવ્યું છે કે ઓસ્ટ્રેલિયાના મતદારોએ ઇમિગ્રેશન વિશે ચિંતા વ્યક્ત કરી છે,

જે એક વર્ષથી ઓછા સમયમાં ચૂંટણીને અસર કરી શકે છે. જાેકે, આંતરરાષ્ટ્રીય શિક્ષણ ૨૦૨૨-૨૩માં અર્થતંત્રમાં છઇં૩૬.૪ બિલિયનનું યોગદાન આપવાનો અંદાજ હતો. ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ભારત સૌથી મોટા સ્ત્રોતોમાંનું એક રહ્યું છે. જાે કે, ૨૦૨૪માં ઓસ્ટ્રેલિયન સંસ્થાઓમાં નોંધણી કરનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં અગાઉના વર્ષની સરખામણીમાં ઘટાડો થયો છે, જે વધતા ખર્ચ, રહેઠાણની પડકાર અને અન્ય દેશોની વધતી સ્પર્ધા જેવા પરિબળોને કારણે છે.

ઑસ્ટ્રેલિયાના માઇગ્રેશન એજન્ટ્‌સ રજિસ્ટ્રેશન ઑથોરિટીના સભ્ય સુનિલ જગ્ગીએ એનડિટીવીને જણાવ્યું હતું કે ઑસ્ટ્રેલિયામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને લગતા નવીનતમ કાપ તમામ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે છે. હવે યુનિવર્સિટીઓ દેશ અને પછી રાજ્ય પ્રમાણે ક્વોટાનું વિતરણ કરશે. ફેબ્રુઆરીમાં એડમિશન લેવાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને આ જાહેરાતની અસર થશે. પંજાબના વિદ્યાર્થીઓને સૌથી વધુ અસર થશે. એક વિદ્યાર્થીએ કહ્યું કે ભારત સરકારે વિદ્યાર્થીઓનો દૃષ્ટિકોણ ઓસ્ટ્રેલિયાની સરકાર સમક્ષ રજૂ કરવો જાેઈએ. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ભારતની મુલાકાતે આવેલા ઓસ્ટ્રેલિયન શિક્ષણ મંત્રીએ ભારતીય વિદ્યાર્થીઓ માટે ઓસ્ટ્રેલિયાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ વધારવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

ઓસ્ટ્રેલિયા સરકારના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં વર્ષોથી વધઘટ જાેવા મળી છે. ૨૦૧૯માં ઓસ્ટ્રેલિયામાં ૧,૧૫,૧૦૭ ભારતીય વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ રહ્યા હતા. આ આંકડો ૨૦૨૦ માં થોડો ઘટીને ૧૧૪,૮૪૨ થયો અને ૨૦૨૧ માં ઘટીને ૯૯,૨૨૭ થયો. વર્ષ ૨૦૨૨માં પણ કોઈ ખાસ વધારો થયો ન હતો અને આ સંખ્યા ૯૯,૩૭૪ પર સ્થિર રહી હતી. વર્ષ ૨૦૨૩માં નોંધપાત્ર પ્રગતિ જાેવા મળી હતી, જે ૧૨૬,૪૮૭ પર પહોંચી હતી. જાેકે, ૨૦૨૪માં ફરી ઘટાડો જાેવા મળ્યો હતો. આ વર્ષે, ૧૧૮,૧૦૯ વિદ્યાર્થીઓએ ઓસ્ટ્રેલિયન સંસ્થાઓમાં પ્રવેશ મેળવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/