fbpx
રાષ્ટ્રીય

મહિલા જુનિયર એનટીઆરની ફિલ્મ જાેતી રહી, ડોકટરોએ મગજનું ઓપરેશન કર્યું

આંધ્રપ્રદેશના કાકીનાડાની સરકારી હોસ્પિટલમાં ઓપરેશન દરમિયાન મહિલા સંપૂર્ણ રીતે હોશમાં, ચોંકાવનારું દ્રશ્ય જાેઈને
આંધ્રપ્રદેશના કાકીનાડાની સરકારી હોસ્પિટલમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ૫૫ વર્ષની મહિલાનું ઓપરેશન ચાલી રહ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે ઓપરેશન દરમિયાન મહિલા સંપૂર્ણ રીતે હોશમાં હતી. ઓપરેશન દરમિયાન તે માત્ર હોશમાં ન હતી, પરંતુ તેણે આખી ફિલ્મ પણ જાેઈ હતી. આ ચોંકાવનારું દ્રશ્ય જાેઈને ડોક્ટરો પણ દંગ રહી ગયા. મહિલાનો પ્રિય અભિનેતા જુનિયર એનટીઆર છે.

મહિલાએ ઓપરેશન દરમિયાન ફિલ્મ ‘છર્ઙ્ર્ઘજિ’ સંપૂર્ણપણે જાેઈ અને જાગતી રહી. મહિલા પર કરવામાં આવેલ ઓપરેશન પણ સામાન્ય નહોતું. મહિલાના મગજના ડાબા ભાગમાં એક ગાંઠ હતી, જેને ડોક્ટરોએ સર્જરી દ્વારા દૂર કરી હતી. મહિલાના સફળ ઓપરેશન બાદ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કોટ્ટાપલ્લીની રહેવાસી અનંતલક્ષ્મીએ ઓપરેશન દરમિયાન હાથમાં ટેબલેટ લઈને આખી ફિલ્મ જાેઈ. ઓપરેશન થિયેટરમાં આવું દ્રશ્ય ભાગ્યે જ જાેવા મળે છે, પરંતુ કાકીનાડામાં આવું બન્યું છે. આ સફળ સર્જરી બાદ મહિલાને બીજા જ દિવસે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

ઓપરેશન દરમિયાન અનંતલક્ષ્મીએ ટેબલેટ પર ફિલ્મ જાેઈ. અનંતલક્ષ્મીને માથાની ડાબી બાજુની ગાંઠ માટે સર્જરી કરાવવી પડી હતી. આ સર્જરી દરમિયાન અનંતલક્ષ્મીનું જાગવું ખૂબ જ જરૂરી હતું, તેથી ડૉક્ટરોએ તેને ઓપરેશન થિયેટરમાં મૂવી જાેવાની મંજૂરી આપી. આ એક જાગૃત ક્રેનિયોટોમી તરીકે ઓળખાતી પ્રક્રિયા છે, જેમાં દર્દી જાગતા હોય ત્યારે ઓપરેશન કરવામાં આવે છે. દર્દીને સભાન રાખવા માટે, એનેસ્થેસિયાના ઈન્જેક્શન આપવામાં આવતા નથી, કારણ કે દર્દીનું સભાન રહેવું ખૂબ જ જરૂરી છે. અનંતલક્ષ્મી લાંબા સમયથી પીડામાં હતી. આ માટે તે ડૉક્ટર પાસે ગઈ. ડૉક્ટરોએ તેને સુન્ન કરી દે તેવા ઈન્જેક્શન આપ્યા, છતાં અનંતલક્ષ્મીને માથાનો દુખાવો ચાલુ રહ્યો અને તેને કોઈ રાહત ન મળી. આ પછી, જ્યારે ડૉક્ટરોએ તપાસ કરાવી તો જાણવા મળ્યું કે અનંતલક્ષ્મીના માથામાં ગાંઠ છે, જેના માટે ઓપરેશન દરમિયાન તેમને જાગતા રહેવું જરૂરી હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/