ધારી બજરંગ ગ્રુપ દ્વારા આયુર્વેદિક ઉકાળો બનાવી ગામ ની દુકાને દુકાને તેમજ દરેક ઘરે પહોંચાડવામાં આવ્યો
ધારી બજરંગ ગ્રુપ દ્વારા કોરોના સામે જંગ જારી ધારી તાલુકાની સેવાકીય સંસ્થા બજરંગ ગ્રુપ દ્વારા કોરોના ની શરૂઆત થી લઈને આજ દિવસ સુધી અનેક વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહેલ છે ત્યારે આજે ધારી ગામ માં આયુર્વેદિક ઉકાળો બનાવી ધારી ગામ માં દુકાને-દુકાને ફરી ઉકાળો પીવડાવેલ અને નવી વસાહત મા પણ ઘરે ઘરે ફરી ઉકાળો પીવડાવામાં આવેલ આ કાર્ય મા બજરંગ ગ્રુપ પ્રમુખ પરેશ પટ્ટણી, ધર્મેન્દ્ર લહેરૂ, ગોપાલ પરમાર, દુર્ગેશ ઢોલરિયા અને નવી વસાહત મા અમીન ભાઈ સોઢા, છોટુ ભાઈ બ્લોચ, ફિરોઝ ભાઈ ફ્રૂટ વાળા દ્વારા સેવા ભજવવામાં આવેલ.
Recent Comments