fbpx
અમરેલી

અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજમાં સેવાભાવીઓનું સન્‍માન કરાયું

શાંતાબા બ્‍લડ બેંક દ્વારા વર્ષ-ર019/ર0 દરમિયાન 83 જેટલા રકતદાન કેમ્‍પો યોજી 7ર00 જેટલું બોટલ બ્‍લડ એકત્ર કરેલ. આ કામે માનવ જિંદગી બચાવવાની ઉમદા કામગીરીમાં સહયોગ આપવા બદલ કાર્યદક્ષ જિલ્‍લા કલેકટર આયુષ ઓકના પ્રમુખ સ્‍થાને અને સંસ્‍થા પ્રમુખ વતનના રતન વસંતભાઈ ગજેરાની હાજહીમાં તેમજ જિલ્‍લા વિકાસ અધિકારીના અતિથિ વિશેષ પદે યોજાયેલ. જેમાં અમરેલીશહેરના તમામ જ્ઞાતિના આગેવાનો રકતદાન કેમ્‍પ આયોજકો મોટી સંખ્‍યામાં હાજર રહેલ. સાથે સંસ્‍થાના ટ્રસ્‍ટીઓ, ડોકટરો તથા પેરામેડિકલ સ્‍ટાફ પણ હાજર રહેલ. આ પ્રસંગે જિલ્‍લા કલેકટરના હસ્‍તે તથા મહાનુભાવોની હાજરીમાં પ્રથમ દીપ પ્રાગટય કરેલ. ત્‍યારબાદ શાંતાબા બ્‍લડ બેંકનું કાયમી વ્‍યવસ્‍થા સંકલનની સેવા આપતા એમ.કે. સાવલીયાએ સર્વેનું શબ્‍દોથી સ્‍વાગત કરી સંસ્‍થા તરફથી જરૂરિયાત વાળા વ્‍યકિતઓ થેલેસેમીયાના દર્દીઓનો અપાતા બ્‍લડને તથા બ્‍લડ એકત્ર કરવાની કામગીરીએ વિગત, અહેવાલ આપેલ. આ કામે ચતુરભાઈ ખુંટ હોસ્‍પિટલ સંચાલક પીન્‍ટુભાઈ ધાનાણીની કામગીરીએ પૂર્ણ સહયોગ કરેલ. સંસ્‍થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા સિવિલ હોસ્‍પિટલ લાભો અપાતી સવલતો હવે પછી નવી પ00 બેડની હોસ્‍પિટલ તેમાં સીટી સ્‍કેન, એમ.આર.આઈ., સોનોગ્રાફી, અનુભવી ડોકટરો અંગે વિગત આપેલ. આમ હવે પછી નવી સવલતો ઉપલબ્‍ધ થતા શહેરમાં અંદાજે પ00 કરોડનો ધંધો વધશે તથા ઘણા પરિવારને રોજીરોટી       મળશે. અઘ્‍યક્ષ સ્‍થાનેથી મૌખિક ઉદબોધન કરતા કલેકટર નજીકના ભવિષ્‍યમાં શરૂ થનાર જિલ્‍લાની બે નવી હોસ્‍પિટલ તાલુકાની નવી શરૂ થનાર બે બ્‍લડ બેંક અને બ્‍લડ મળે તથા વિતરણ અંગે સમજણ આપેલ તથા જે સંસ્‍થાઓ વ્‍યકિતઓ આ કામે જોડાયેલ તેનું શાલ, મોમેન્‍ટોથી બહુમાન કરી અભિનંદનઆપેલ. આ કાર્યક્રમનું સફળ સંચાલન પ્રોફેસર હરેશભાઈ બાવીશીએ તેમની આગવી શૈલીમાં કરી તમામનો આભાર દર્શન કરેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/