દિલ્હીમાં ચાલી રહેલ કૃષિ આંદોલન ના સમર્થનમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.
હાલ દિલ્હીમાં છેલ્લા નવ દિવસથી કૃષિ આંદોલન ચાલી રહ્યું છે. પંજાબ, હરિયાણા ના ખેડૂતો દ્વારા તાજેતરમાં કેન્દ્ર સરકારે કૃષિ આધારિત નવા ત્રણ કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે તેના વિરુદ્ધમાં આંદોલન કરી રહ્યા છે. ત્યારે આ આંદોલનની શરૂઆતથી જ કોંગ્રેસ દ્વારા ટેકો જાહેર કરી સમર્થન આપવામાં આવ્યું હતું અને આ ખેડૂત આંદોલનના સમર્થનમાં આજે સમગ્ર દેશમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા ખેડૂતોને આ નવા કૃષિ કાયદાથી થનાર અન્યાય અને કેન્દ્ર સરકારની મેલી મુરાદ વિરુદ્ધમાં કલેકટરને આવેદનપત્ર પાઠવવાનું નક્કી કરેલ. તેના ભાગ રૂપે અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ અમરેલી જિલ્લા કલેકટરને આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય વિરજીભાઈ ઠુમર, અર્જુનભાઇ સોસા, લલિતભાઈ ઠુમર, ટીકુંભાઈ વરુ, જમાલભાઈ મોગલ ઉપરાંત કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા.
Recent Comments