અમરેલીમાં કોરોના વધુ 23 કેસ નોંધાયા, જિલ્લામાં હજુ 159 દર્દીઓ સારવાર હેઠળ, કુલ કેસની સંખ્યા 3300 પર
અમરેલી જિલ્લામાં આજે અચાનક પોઝિટિવ કેસમાં આવેલો ઉછાળો. આજે 23 પોઝિટિવ કેસ નોંધાયા સામે 18 કેસો ડિસ્ચાર્જ. જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંક 3300 પર પહોંચ્યો.
અમરેલી જિલ્લામાં આજે પોઝિટિવ કેસોમાં અચાનક ઉછાળો આવતા વધુ 23 પોઝિટિવ કેસો નોંધાયા સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંક 3300 પર પહોંચ્યો છે જે ચિંતાજનક બાબત છે. તંત્ર કોરોના સંક્રમણને કાબુમાં લેવા અથાગ પ્રયાસો કરી રહ્યું છે તેમાં લોકોને સહકાર આપવા વિનંતી છે. શરીરમાં હ્યુમીની બુસ્ટર વધારવા ઉકાળાનું નિયમિત સેવન કરવું. અત્યારે માસ્ક જ વેકસીન.
માસ્ક ફરજીયાત પહેરી સોશ્યલ ડિસ્ટનસિંગનું પાલન અવશ્ય કરી પોતાને અને પરિવારને સુરક્ષિત રાખો. હમણાં રિકવરી રેટમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. આજ તા. 9 ડિસેમ્બરના રોજ કોવિડ-19 ના અમરેલી જિલ્લામાં વધુ 23 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ સારવાર હેઠળ કુલ 159 દર્દીઓ છે. આજે 18 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 39 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 3300 પર પહોંચી છે.
Recent Comments