fbpx
અમરેલી

અમરેલી, સાવરકુંડલા, બગસરા પાલિકામાં વહીવટદારનું શાસન

પાલિકાની ચૂંટણી સંપન્‍ન થાય ત્‍યાં સુધી હવે અધિકારીએ શહેરીજનોની કાળજી લેવી પડશે અમરેલી, સાવરકુંડલા, બગસરા પાલિકામાં વહીવટદારનું શાસન પાલિકાનાં વર્તમાન શાસકોનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતો હોય ચીફ ઓફિસરને જવાબદારી સોંપાઈ આગામી ફેબ્રુઆરી-માર્ચમાં સામાન્‍ય ચૂંટણીને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી મહાનગરપાલિકાઓ અને જિલ્‍લા પંચાયતોમાં નિયત સમયગાળામાં ચૂંટણી યોજવાનું શકય ન હોવાના કારણે જે તે મ્‍યુનિસિપલ કમિશ્‍નર અને જિલ્‍લા વિકાસ અધિકારીઓને વીવટદાર તરીકે નિમવામાં આવશે તેવી જાહેરાત ગઈકાલે મોડી સાંજે કરાયા બાદ નગરપાલિકાઓમાં શું કરવું તે અંગે મોટી મથામણ ચાલતી હતી. રાત્રે મોડેથી લેવાયેલા નિર્ણય મુજબ સૌરાષ્‍ટ્ર-કચ્‍છની 16 સહિત રાજયની પ1 નગરપાલિકાઓમાં ચીફ ઓફિસરને વહીવટદારનો ચાર્જ સોંપવાનો નિર્ણય કરાયો છે. સૌરાષ્‍ટ્ર-કચ્‍છની જે 16 નગરપાલિકાઓમાં વહીવટદાર નિમવામાં આવશે તેમાં સુરેન્‍દ્રનગર જિલ્‍લાની ધ્રાંગધ્રા અને લીંમડી, બોટાદ જિલ્‍લાની બોટાદ, કચ્‍છ જિલ્‍લાની ગાંધીધામ, ભુજ, અંજાર, માંડવી, દ્વારકા જિલ્‍લામાં ખંભાળીયા, મોરબી જિલ્‍લાની મોરબી અને વાંકાનેર, રાજકોટ જિલ્‍લામાં ગોંડલ, અમરેલી જિલ્‍લામાં અમરેલી, બગસરા અને સાવરકુંડલા,જુનાગઢ જિલ્‍લામાં કેશોદ અને ભાવનગર જિલ્‍લામાં મહુવા તથા પાલીતાણા નગરપાલિકાનો સમાવેશ થાય છે. ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગના નાયબ સચિવ ભકિત શામળે આ સંદેર્ભ તમામ નગરપાલિકાઓને મોકલેલા એક આદેશમાં જણાવાયા મુજબ ચૂંટાયેલા વર્તમાન બોર્ડની મુદત પુરી થતાં ચીફ ઓફિસરોએ વહીવટદાર તરીકેની જવાબદારી સંભાળવાની રહેશે. જયાં સુધી ચૂંટણી ન થાય ત્‍યાં સુધી આ જવાબદારી સંભાળતી વખતે કોઈ પ્રકારના નીતિવિષયક નિર્ણયો લઈ શકાશે નહીં. જે પ1 નગરપાલિકાઓમાં ચીફ ઓફિસરોની વહીવટદાર તરીકે નિમણૂંક કરવામાં આવી છે તે પૈકી રર નગરપાલિકાની મુદત 11 ડિસેમ્‍બરનાં રોજ, રપ નગરપાલિકાઓની મુદત 14 ડિસેમ્‍બરનાં રોજ અને એક નગરપાલિકાની મુદત રર ડિસેમ્‍બરનાં રોજ પૂરી થાય છે.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0