અમરેલીમાં કડકડતી ઠંડી , વહેલી સવારે ઠંડીનો પારો ગગડી ને 12 ડિગ્રીએ પહોંચ્યો
આ વર્ષે જેમ વરસાદે અતિવૃષ્ટિ કરી તેમ શિયાળા માં પણ ખૂબ ઠંડી પડશે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે આગામી તા. 27, 28 અને 29 ડિસેમ્બરના દિવસોમાં અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવ જેવો માહોલ સર્જાશે ઉપરાંત હાલ ઉત્તર ભારતમાં હિમપ્રાત થતા હાલ અમરેલીમાં ઠંડીએ પવન સાથે જોર પકડ્યું છે. ઠંડીથી બચવા લોકો વહેલા ઘરમાં પુરાય જાય છે. અત્યારે શહેરમાં ગરમ કપડાંની બઝારમાં પણ તેજી જોવા મળી રહી છે.
Recent Comments