સાવરકુંડલા તાલુકા નાબાઢડા- થોરડી – રાજુલા સ્ટેટ હાઈવે રોડ એક તાલુકા થી બીજા તાલુકા ના આ રોડ જોડતા રોડ સ્ટેટ હાઇવે રોડ ના ૧૯ કરોડ અને ૪૭ લાખ જેટલી માતબર રકમ મજુર કરાવી
છેલ્લા વર્ષ ૨૦૧૦ થી સાવરકુંડલા તાલુકા ના બાઢડા-થોરડી –રાજુલા નો સ્ટેટ હાઇવે રોડ જે ૧૧ વર્ષ થઇ જર્જરિત હાલતમાં હતો આ રોડ એક તાલુકા થી બીજા તાલુકા ને જોડતો સ્ટેટ હાઇવે રોડ છે જે લોકો ને અવરજવર કરવામાં ઘણી મુશ્કેલીઓ પડી રહી હતી,જેમાં રાજુલા ખાતે આવેલ મોટી કંપની નાં કારણે મોટા લોડર અને ભારે ટ્રકો પસાર થતા હતા જેના કારણે આ રોડ અતિ બિસ્માર હાલતમાં થયેલ છે, જેમને સાવરકુંડલા ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત, અને રાજુલા ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર જ્યારથી ચુંટાઈ ને આવેલ છે, ત્યારથી આ બન્ને ધારાસભ્યો દ્વારા સરકાર સામે બાથ ભીડીને ને અનેકવાર વિધાનસભા માં પ્રશ્ન ઉઠાવેલ અને અનેક વાર નાયબ મુખ્યમંત્રી ને મૌખિક અને લેખિત રજુઆતો કરવામાં આવેલ અને બંને ધારાસભ્યો દ્વારા જ્યારથી સતા પર આવેલ છે ત્યારથી લોકો વચ્ચે રહીને પોત પોતાના વિસ્તારના રોડ રસ્તાઓની અને દરખાસ્ત કરાવીને ઘણા રોડ મંજુર કરવીને લોકો ને સુખાકારી માટે યોગ્ય કરવામાં આવેલ છે અને રાહદારીઓ અને વાહન ચાલકોને ની સમસ્યાનો હલ કરવામાં આવેલ છે. આમ આ બંને યુવા અને જોશીલા તથા પોતાની જવાબદારીને ધ્યાને રહીને પોતાના મતવિસ્તાર બાઢડા- થોરડી- રાજુલા સ્ટેટ હાઈવે રોડ ને છેલ્લા ૧૧ વર્ષથી આજ દિન સુધી રીસરફેસિંગ કરવામાં આવેલ નહતો. પરંતુ આ બંને ધારાસભ્યો દ્વારા સતત આ અંગેની સમિક્ષા અને સરકાર શ્રીમા અવારનવાર રજૂઆત કરવામાં આવતા આજ રોજ આ બન્ને ધારાસભ્યો ની મહેનત આખરે રંગ લાવેલ છે, અને સરકાર શ્રી તરફથી આ બાઢડા- થોરડી- રાજુલા સ્ટેટ હાઈવે રોડ નું કામ ૧૯ કરોડ અને ૪૭ લાખ જેટલી માતબર રકમ મંજુર કરાવેલ છે, અને જોબ નંબર મંજુર કરાવેલ છે.
જેથી આ બન્ને વિધાનસભા મતવિસ્તાર નાં લોકો માં હર્ષ ની લાગણી અનુભવી રહ્યા છે. જે ૧૧ વર્ષ થી આ રોડ અતિ બિસ્માર હતો તે રોડ આ બંને ધારાસભ્યો દ્વારા મંજુર કરવામાં આવેલ તે બદલ બંને વિધાનસભા વિસ્તરના આમ લોકો દ્વારા આવા ખંતીલા અને યુવા અને જોશીલા બન્ને ધારાસભ્યો નો આભાર વ્યક્ત કર્યો છે.
Recent Comments